Home /News /national-international /

આતંકી યાસીન ભટકલ જેલ તોડી ભાગવાની ફિરાકમાં,આઇએસ કરે છે મદદ

આતંકી યાસીન ભટકલ જેલ તોડી ભાગવાની ફિરાકમાં,આઇએસ કરે છે મદદ

નવી દિલ્હીઃઇન્ડિયન મુજાહિદીનનો પુર્વ નેતા અને ખતરનાક આતંકી યાસીન ભટકલ આઇએસની મદદથી હૈદરાબાદ જેલમાંથી ભાગવાની યોજના બનાવી રહ્યો છે. એક અખબારના અહેવાલ મુજબ આ કાવતરાનો ખુલાસો ફોન કોલથી થયો છે. જેલમાં થયેલી આ વાતચીતને જ્યારે ઇટરસેપ્ટ કરાયો ત્યારે જાણવા મળ્યું કે આતંકી યાસીન ભટકલ જેલ તોડી ભાગવાની ફિરાકમાં છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
નવી દિલ્હીઃઇન્ડિયન મુજાહિદીનનો પુર્વ નેતા અને ખતરનાક આતંકી યાસીન ભટકલ આઇએસની મદદથી હૈદરાબાદ જેલમાંથી ભાગવાની યોજના બનાવી રહ્યો છે. એક અખબારના અહેવાલ મુજબ આ કાવતરાનો ખુલાસો ફોન કોલથી
થયો છે. જેલમાં થયેલી આ વાતચીતને જ્યારે ઇટરસેપ્ટ કરાયો ત્યારે જાણવા મળ્યું કે આતંકી યાસીન ભટકલ જેલ તોડી ભાગવાની ફિરાકમાં છે.
યાસીને જેલમાંથી પોતાની પત્નીને ફોન કર્યો હતો તેમાં જણાવ્યું હતું કે, તે આઇએસની મદદથી હૈદરાબાદની જેલ તોડીને ભાગવાની યોજના બનાવી રહ્યો છે. વાતચીત દરમિયાન ભટકલે પત્ની જાહિદાને કહ્યું હતું કે,સિરિયાની
રાજધાની દમિશ્કના લોકો તેને મદદ કરી રહ્યા છે. યાસીને દિલ્હીના જમિયા નગરમાં રહેતી પત્ની જમિદાને 10 વખત ફોન કર્યો હતો.

કોણ છે ભટકલ?
યાસીન ભટકલનું સાચુ નામ મોહમ્મદ જરીર અહમદ છે. કર્ણાટકની રાજધાની બેગલુરુથી 400કિલોમીટર દુર ભટકલ ગામનો વતની છે. તેણે 2007માં 6લોકો સાથે મળીને ઇન્ડિયન મુજાહિદીન સંગઠન બનાવ્યું હતું. ભટકલ વેશ
બદલીને આતંકિ પ્રવૃતિ અને બોંબ ધડાકા કરવામાં પહોંચેલી માયા છે.
યાસીનને 2008માં કલકતા પોલીસે નકલી નોટોના કેસમાં ઝડપ્યો હતો. મહિના પછી તેને જામીન મળતા છોડી મુકાયો હતો જો કે આ વખતે પોલીસ પણ આ આતંકવાદી છે તે જાણતી ન હતી. ભટકલને ભારત નેપાળ સરહદે
બિહાર અને એનઆઇએની ટીમે કર્ણાટકની પોલીસ સાથે મળીને ઝડપી લીધો હતો.
જયપુરમા એકી સાથે 9 બોંબ ધડાકા કરવામાં પણ ભટકલનો જ હાથ હતો.તેમાં 60 લોકોના મોત થયા હતા.2008માં ભટકલે અમદાવાદ,સુરત, જયપુર,દિલ્હીમાં પણ બોબ ધડાકા કરાવ્યા હતા.
First published:

Tags: આતંકી, ક્રાઇમ, ગુજરાત, ગુનો, બોંબ, મોત, લૂંટ, વિરોધ, હત્યા, હુમલો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन