Home /News /national-international /VIDEO: માથાફરેલ પેસેન્જરે હવામાં ઉડી રહેલા વિમાનનો દરવાજો ખોલી નાખ્યો, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

VIDEO: માથાફરેલ પેસેન્જરે હવામાં ઉડી રહેલા વિમાનનો દરવાજો ખોલી નાખ્યો, મુસાફરોના જીવ તાળવે ચોટ્યા

આ ફ્લાઈટમાં થઈ ભયંકર દુર્ઘટના

દક્ષિણ કોરિયાના પરિવહન મંત્રાલય અનુસાર, એશિયાના એરલાઈન્સ A321માં મુસાફરો સાથે આરોપી વ્યક્તિ પણ મુસાફરી કરી રહ્યો હતો. આ દરમ્યાન જ્યારે આરોપી વ્યક્તિએ દરવાજો ખોલ્યો તો, લોકોએ તેને રોકવાની ભરપૂર કોશિશ કરી. તેમ છતાં તે નિષ્ફળ રહ્યો અને આંશિક રીતે દરવાજો ખુલી ગયો.

વધુ જુઓ ...
નવી દિલ્હી: કલ્પના કરો કે, આપ એક વિમાનમાં મુસાફરી કરી રહ્યા હોવ અને કોઈ મુસાફર અચાનક વિમાનનો દરવાજો ખોલી નાખે તો, શું થાય. પણ આવું હકીકતમાં બન્યું છે. આ હચમચાવી નાખતી ઘટના શુક્રવારે દક્ષિણ કોરિયામાં ઘટી છે. મુસાફરો વિમાનના ઉડાન ભર્યા બાદ એક મુસાફરે અચાનક ઈમરજન્સી ગેટ ખોલી નાખ્યો હતો. દરવાજો ખોલતા જ વિમાનની અંદર હવા ભરાઈ ગઈ.

જો કે, આ મોટી દુર્ઘટના બાદ પણ વિમાન ચાલકોએ પોતાની સુઝબૂઝથી વિમાનને સુરક્ષિત રીતે ઉતારી દીધું. એરલાઈન અને સરકારી કર્મચારીઓએ તેની પુષ્ટિ કરી છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થઈ રહ્યો છે. આ વીડિયોને જે પણ જોઈ રહ્યા છે, એક ક્ષણ માટે હચમચી જશે.



દક્ષિણ કોરિયાના પરિવહન મંત્રાલય અનુસાર, એશિયાના એરલાઈન્સ A321માં મુસાફરો સાથે આરોપી વ્યક્તિ પણ મુસાફરી કરી રહ્યો હતો. આ દરમ્યાન જ્યારે આરોપી વ્યક્તિએ દરવાજો ખોલ્યો તો, લોકોએ તેને રોકવાની ભરપૂર કોશિશ કરી. તેમ છતાં તે નિષ્ફળ રહ્યો અને આંશિક રીતે દરવાજો ખુલી ગયો.

આ ભયાનક ઘટના બાદ એશિયાના એરલાઈન્સે જણાવ્યું કે, વિમાનમાં કુલ 194 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. આ વિમાન મુસાફરો સાથે દક્ષિણપૂર્વી શહેર દાએગૂથી દક્ષિણી દ્વિપ જેજુ જઈ રહ્યું હતું. હાલમાં આ ખબરની પુષ્ટિ થઈ નથી કે આ ઘટના બાદ દરવાજો કેટલો સમય સુધી ખુલો રહ્યો હતો.

આ પણ વાંચો: ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર: ગુજરાતમાં આ વખતે સામાન્ય કરતા ઓછું ચોમાસું રહેવાની સંભાવના

પોલીસે આરોપી વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. ઘટના દરમ્યાન અમુક મુસાફરો ભયંકર રીતે ડરી ગયા હતા. વિમાન સફળતાપૂર્વક લેન્ડીંગ કર્યા બાદ તેમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હાત. કહેવાય છે કે, આ લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તમામ મુસાફરો સુરક્ષિત છે.
First published:

Tags: Emergency landing, Flights