સપનાનું ઘર બાંધવા માટે ગરીબ પરિવારે ભેગા કર્યા હતા 5 લાખ રૂપિયા, ઉધઈ કરી ગઈ ચટ

લાકડાના સંદૂકમાં પ્લાસ્ટિકની બેગમાં રાખેલા 5 લાખ રૂપિયા ઉધઈ લાગવાથી કોઈ કામના ન રહ્યા (Photo: Twitter)

લાકડાના સંદૂકમાં પ્લાસ્ટિકની બેગમાં રાખેલા 5 લાખ રૂપિયા ઉધઈ લાગવાથી કોઈ કામના ન રહ્યા, બેંક અધિકારીએ કહી આ વાત

 • Share this:
  નવી દિલ્હી. સામાન્ય રીતે લોકો પોતાની કમાણીનો કેટલોક હિસ્સો કાઢીને અલગ રાખી દે છે. આ બચાવેલા રૂપિયાથી લોકો જરૂરિયાતનો સામાન લે છે કે પછી કોઈ સપનું (Dream) પૂરું કરવા માટે તેનો ઉપયોગ કરે છે. આવું જ એક સપનું આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)ના એક વ્યક્તિએ જોયું હતું. તેને પૂરું કરવા માટે તેણે પાંચ લાખ રૂપિયા ભેગા કરી રાખ્યા હતા. આ રૂપિયા તેણે ઘરના એક સંદૂકની અંદર પ્લાસ્ટિકની બેગમાં રાખી હતી. પરંતુ જ્યારે તેણે લાંબા સમય બાદ તે રૂપિયાને બહાર કાઢીને જોયા તો તેના હોશ ઊડી ગયા. તેના આ મહેનતથી એકઠા કરેલા રૂપિયાને ઉધક (Termites) ચટ કરી ગઈ.

  (છ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામના તમામ સમાચાર માટે અહીં ક્લિક કરો)

  આ ઘટના આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના મઇલાવરમમાં રહેનારા જમાલયાની સાથે બની. તે ત્યાં માંસ વેચવાનું કામ કરે છે. તેણે પોતાના માટે એક ઘર બનાવવા માટે છેલ્લા થોડાક વર્ષોથી રૂપિયા બચાવવાનું શરૂ કર્યું હતું. તે રૂપિયાને એક સંદૂકમાં પ્લાસ્ટિકની બેગમાં રાખતો હતો. પરંતુ છેલ્લા થોડાક મહિનાથી તેણે નોટો બહાર કાઢીને તપાસ કરી નહોતી.

  આ પણ વાંચો, આ એક રૂપિયાનો આ સિક્કો આપને બનાવી શકે છે માલામાલ! મળી શકે છે 10 લાખ રૂપિયા

  સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, વર્ષ 2020માં આ વિસ્તારમાં ઘણો વરસાદ પડ્યો હતો. એવામાં ઉધઈનો પણ ત્રાસ વધી ગયો છે. આવું જ જમાલયાની સાથે થયું. તેના ઘરે રાખેલા સંદૂધમાં ઉધઈ લાગી ગઈ. આ ઉધઈએ તમામ નોટો ખરાબ કરી દીધી. જમાલયા ગરીબ છે. તેને ઉધઈએ નોટોને નુકસાન પહોંચાડ્યું છે એની જાણ ત્યારે થઈ જ્યારે તેણે દેવું ચૂકવવા માટે તે રૂપિયાને બહાર કાઢ્યા.

  આ પણ વાંચો, ઓનલાઇન લીક થયા 300 કરોડથી વધુ Email અને Password, તમે તો નથી બન્યાને શિકાર? આવી રીતે કરો ચેક

  સંદૂક ખોલતાં જ તેને અને તેના પરિવારના હોશ ઊડી ગયા. ઉધઈ તમામ નોટોને નષ્ટ કરી ચૂકી હતી. ત્યારબાદ તેનો પરિવાર દુઃખી થઈ ગયો. તેની પાસે રાખેલી નોટમાં 500, 200, 100, 20 અને 10 રૂપિયાની નોટ સામેલ હતી. ત્યારબાદ જમાલયાની હાલતને જોઈ બેંક ઓફ બરોડાના અધિકારી મદદ માટે આગળ આવ્યા. તેઓએ આ રૂપિયાનું પંચનામું કરી રિઝર્વ બેંક (Reserve Bank of India- RBI)ને મોકલવાની વાત કહી છે. ત્યારબાદ નક્કી થઈ શકશે કે તેને કેવા પ્રકારની સહાયતા ઉપલબ્ધ થઈ શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published: