Home /News /national-international /Nagaland Violence: સુરક્ષા દળોની ફાયરિંગમાં 13 લોકોના મોતથી તણાવ, CMએ આપ્યા SIT તપાસના આદેશ

Nagaland Violence: સુરક્ષા દળોની ફાયરિંગમાં 13 લોકોના મોતથી તણાવ, CMએ આપ્યા SIT તપાસના આદેશ

નાગાલેન્ડમાં સુરક્ષા દળોની ફાયરિંગમાં નાગરિકોના મોતથી તણાવ પેદા થયો છે.(File Pic)

Nagaland Violence: નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંત રહેવાની અપીલ કરી છે. આ મામલાની તપાસ માટે તેમણે SITની રચના કરી છે. ગૃહ મંત્રી અમિત શાહે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

    કોહિમા. ભારતના ઉત્તર પૂર્વીય રાજ્ય નાગાલેન્ડ (Nagaland)માં શનિવારે સાંજે ફાયરિંગની બહુ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં અત્યારસુધી 13 નાગરિકોના મૃત્યુ થયાના અહેવાલ છે. મૃતકોની સંખ્યા વધી શકે છે. ફાયરિંગની ઘટના બાદ જોવા મળેલા ફોટોમાં ગાડીઓ સળગતી દેખાય છે. આ ઘટના નાગાલેન્ડના મોન જિલ્લા (Mon District)ના ઓટિંગની છે. આ ઘટના ત્યારે ઘટી જ્યારે સુરક્ષા દળોએ આ લોકોને એનએસસીએન (NSCN)ના શંકાસ્પદો સમજી લીધા. રિપોર્ટ અનુસાર ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ સુરક્ષાદળોના વાહનોને આગ ચાંપી દીધી હતી.

    નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફિયો રિયોએ લોકોને શાંતિથી રહેવાની અપીલ કરી છે. આ મામલાની તપાસ માટે તેમણે SITની રચના કરી છે. સીએમએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘મોનના ઓટિંગમાં નાગરિકોની હત્યાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને અત્યંત નિંદનીય છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું. આ ઘટનાની તપાસ ઉચ્ચ સ્તરીય એસઆઈટી કરશે અને દેશના કાયદા અનુસાર ન્યાય અપાવશે, હું દરેક વર્ગને શાંતિની અપીલ કરું છું.’

    ગૃહ મંત્રી અમિત શાહે પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કરી કે નાગાલેન્ડના ઓટિંગની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી હું બહુ વ્યથિત છું. જે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર દ્વારા એક ઉચ્ચ સ્તરીય એસઆઈટી આ ઘટનાની ઊંડી તપાસ કરશે જેથી શોકગ્રસ્ત પરિવારોને ન્યાય મળે.’



    આ પણ વાંચો: IIT કાનપુરનો ડરામણો રિપોર્ટ: જાન્યુઆરીમાં આવશે કોરોનાની ત્રીજી લહેર, ફેબ્રુઆરી સુધી થઇ શકે છે રોજના 1.5 લાખ દૈનિક કેસ

    રિપોર્ટ અનુસાર ઘટના મોન જિલ્લાના ઓટિંગના તિરુ ગામ (Tiru Village)માં બની છે. હુમલામાં માર્યા ગયેલા લોકો એક પિકઅપ મિની ટ્રકથી પાછા આવતા હતા. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના કાલે સાંજે 4 વાગ્યાની છે. જ્યારે ઘણાં સમય બાદ પણ લોકો ઘરે પરત ન ફર્યા તો ગામના વોલંટિયર્સ તેમને શોધવા નીકળ્યા. ત્યારે તેમને ગુમ થયેલા લોકોની ડેડ બોડીઝ મળી.

    આ પણ વાંચો: Weather Update: નબળું પડ્યું Jawad વાવાઝોડું, બંગાળ અને ઓડિશામાં ભારે વરસાદની આગાહી

    આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ પેદા થઈ ગયો. રોષે ભરાયેલા ગ્રામજનોએ સુરક્ષાદળોની ગાડીઓમાં આગ ચાંપી નાખી. આ દરમ્યાન સુરક્ષા દળોએ ભીડને કાબૂમાં લેવા માટે ગોળીબાર કર્યો હતો, જેમાં વધુ કેટલાક લોકોને ગોળી વાગી હોવાની વાત સામે આવી રહી છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Latest firing news, Nagaland, National News in gujarati, Violence

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन