Home /News /national-international /યૂકેમાં ઉગ્ર બન્યો હિન્દુ અને મુસ્લિમ વિવાદ, જાણો ક્યા વાયરલ મેસેજના કારણે લાગી જાતિવાદની આગ?

યૂકેમાં ઉગ્ર બન્યો હિન્દુ અને મુસ્લિમ વિવાદ, જાણો ક્યા વાયરલ મેસેજના કારણે લાગી જાતિવાદની આગ?

વાયરલ સોશિયલ મીડિયા મેસેજને લઈને યૂકેમાં હિન્દુ-મુસ્લિમ વિવાદ

Hindu-Muslim Riots in UK: ટેમ્પરરી ચીફ કોન્સ્ટેબલ રોબ નિક્સને બીબીસી ટુના શો 'ન્યૂઝનાઇટ' માં જણાવ્યું હતું કે, લોકો જાણી જોઈને સોશિયલ મીડિયા દ્વારા વાતાવરણને વધુ ખરાબ કરે છે. મેયર સર પીટર સોલબીએ પણ તણાવમાં વધારો થવા માટે ઓનલાઇન ખોટી માહિતીને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે, સોશિયલ મીડિયાને કારણે આ મામલો વધ્યો છે. જ્યારે અમે લેસ્ટરમાં લોકો અને સમુદાયના નેતાઓ સાથે વાત કરી, ત્યારે તેઓએ ચોક્કસ પ્રકારની ખોટી માહિતીનો ઉલ્લેખ કર્યો.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ યુકેના શહેર લિસ્ટર (LEICESTER UK)માં હિન્દુ અને મુસ્લિમ સમુદાયોના સભ્યો વચ્ચે તાજેતરના તણાવ (Hindu-Muslim Riots in UK) અને હિંસામાં ઓછામાં ઓછા 16 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ તણાવ 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ક્રિકેટ (IND vs PAK Match) મેચના કારણે થયો હોવાનું સામે આવ્યું છે. પરંતુ સવાલ એ છે કે આ હિંસામાં ઓનલાઈન ફેલાયેલી ખોટી માહિતીની (Misleading Information on Social Media) ભૂમિકા શું હતી?

લોકો જાણી જોઇને ખરાબ કરે છે વાતાવરણ


ટેમ્પરરી ચીફ કોન્સ્ટેબલ રોબ નિક્સને બીબીસી ટુના શો 'ન્યૂઝનાઇટ' માં જણાવ્યું હતું કે, લોકો જાણી જોઈને સોશિયલ મીડિયા દ્વારા વાતાવરણને વધુ ખરાબ કરે છે. મેયર સર પીટર સોલબીએ પણ તણાવમાં વધારો થવા માટે ઓનલાઇન ખોટી માહિતીને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે, સોશિયલ મીડિયાને કારણે આ મામલો વધ્યો છે. જ્યારે અમે લેસ્ટરમાં લોકો અને સમુદાયના નેતાઓ સાથે વાત કરી, ત્યારે તેઓએ ચોક્કસ પ્રકારની ખોટી માહિતીનો ઉલ્લેખ કર્યો. જેણે 17 અને 18 સપ્ટેમ્બરના રોજ થયેલી હિંસા દરમિયાન વાતાવરણને વધુ ખરાબ કર્યું હતું.

આ પણ વાંચોઃ રૂપાલીએ બુરખો પહેરવાનો ઇનકાર કર્યો તો ઇકબાલે ગળું કાપી પતાવી નાંખી, ત્રણ વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા 

એક ખોટી પોસ્ટથી ગરમાયો માહોલ


ફેસબુક પર 13 સપ્ટેમ્બરે જ્યારે એક કોમ્યુનિટી વર્કર માજીદ ફ્રિમેને ટ્વિટર પર એક પોસ્ટ શેર થઇ હતી કે - “આજે મારી 15 વર્ષની દિકરી કિડનેપ થતા બચી. 3 ભારતીય છોકરાઓએ તેને પૂછ્યું કે શું તે મુસ્લિમ છે? જ્યારે તેણે હાં, કહ્યું તો તેમાંથી એક છોકરાએ તેને પકડવાનો પ્રયાસ કર્યો.” આ પોસ્ટ લખનારે પોતાને તે છોકરીનો પિતા હોવાનું જણાવ્યું હતું. જોકે, આવી કોઇ ઘટના બની ન હોવાનું લેસ્ટર પોલીસે કહ્યું હતું. પરંતુ આ મેસેજ વોટ્સએપ પર 'ફોરવર્ડેડ મેની ટાઇમ્સ'ના ટેગ સાથે ફેલાઈ રહ્યો હતો, જેને ઘણા લોકો સાચા માનતા હતા.

કેટલાક મીડિયા અહેવાલોમાં ખાસ કરીને લિસેસ્ટરમાં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે 28 ઓગસ્ટે દુબઈમાં એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામે જીત બાદ થઈ હતી. જે બાદ તથ્યોને તોડીમરોડીને રજૂ કરાયા.

22 મેએ નખાયું તણાવનું બીજ


તણાવ પહેલા એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં ભારતની જર્સી પહેરેલા અમુક લોકો પાકિસ્તાન મૂર્દાબાદના નારા લગાવી મેલ્ટન રોડ પર માર્ચ કરી રહ્યા હતા. કેટલાક લોકોએ કહ્યું કે, 22 મેના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક 19 વર્ષીય મુસ્લિમ છોકરાનો એક સમૂહ પીછો કરી રહ્યું હતું. સોશિયલ મીડિયા પર એવું કહેવાયું હતું કે તે 'હિન્દુ ઉગ્રવાદીઓ'નું એક જૂથ છે. કેટલીક સોશિયલ મીડિયા પોસ્ટે તેને ભારતમાં હિન્દુત્વ સાથે જોડી હતી. જોકે આ વીડિયો ખૂબ જ અસ્પષ્ટ અને બ્લેક એન્ડ વ્હાઇટ હોવાથી કંઇ દેખાતું નથી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ હોટલમાં રોકાયેલી યુવતીઓની બાજુમાં ઊંઘી ગયો વેઈટર, યુવતીઓને જાણ થઈ અને...

ભારતીય એકાઉન્ટ્સ પર ફેલાઇ ભ્રામક માહિતી


આ ઘટનાઓ 17-18 સપ્ટેમ્બરે સોશ્યલ મીડિયા પર ચર્ચાનો મુદ્દો રહ્યો હતો. બીબીસી મોનિટરિંગે કોમર્શિયલ ટ્વિટર એનાલિસિસ ટૂલ બ્રાન્ડવોચનો ઉપયોગ કરીને જાણવા મળ્યું હતું કે લેસ્ટરની ઘટના વિશે અંગ્રેજીમાં 5,00,000 ટ્વીટ્સ કરવામાં આવ્યા હતા. બીબીસી મોનિટરિંગે બે લાખ ટ્વિટના સેમ્પલ સાઇઝ લીધા હતા કે આમાંથી અડધા એકાઉન્ટ એટલે કે એક લાખ એકાઉન્ટ ભારતમાં જીઓ-લોકેશનેડ છે. આ ભારતીય ખાતાઓમાં #Leicester, #HindusUnderAttack અને #HindusUnderattackinUK જેવા હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇન્ડિયાના લોકેશનવાળા આ એકાઉન્ટ્સમાંથી ઘણામાં કોઈ પ્રોફાઇલ ફોટો પણ નહોતા અને આ એકાઉન્ટ્સ ફક્ત આ મહિનામાં જ બનાવવામાં આવ્યા હતા.

બીબીસીએ આ હેશટેગ્સ સાથે શેર કરવામાં આવેલી ટોપ-30 લિંકની પણ તપાસ કરી હતી. જેમાંથી 11 આર્ટિકલ ન્યૂઝ વેબસાઇટ OpIndia.com સાથે જોડાયેલા છે. આ વેબસાઇટ પોતાના વિશે લખે છે - 'બ્રિંગિંગ ધ રાઇટ સાઇડ ઓફ ઇન્ડિયા ટૂ યૂ'. અમુક એવા એકાઉન્ટ્સ પણ હતા જેના હજારો ફોલોવર્સ છે. ઓપઇન્ડિયાએ એક લેખમાં હિંદુઓ મુસલમાનના ભયથી લેસ્ટર છોડતા હોવાના અહેવાલ વહેતા કર્યા જેને 2500 વખત રિટ્વિટ કરાયો છે. જોકે, લેસ્ટર પોલીસે આ માહિતી ખોટી ગણાવી છે. 23 સપ્ટેમ્બરે પોલીસે 47 લોકોની ધરપકડ કરી. જેમાંથી 36 લોકો લેસ્ટરમાં રહે છે.

આ પણ વાંચોઃપાકિસ્તાન-ચીન-તુર્કીની ત્રિપુટીના આતંકવાદને સપોર્ટ મામલે UNGAમાં ભારતીય વિદેશ મંત્રીના દમદાર નિવેદન

બસમાં લંડનથી લેસ્ટર ગયા હિંદુઓ


18 સપ્ટેમ્બરે એક બસમાં લોકો લંડનથી લેસ્ટર ગયા હોવાનું જોવા મળી રહ્યું છે. બસના માલિકે તેને ધમકી મળતી હોવાનો દાવો કર્યો હતો. 19 સપ્ટેમ્બર, સોમવારના રોજ બર્મિંગહામમાં આગ લાગવાના કારણ વિશે ખોટા દાવા કરવામાં આવ્યા હતા. ટ્વિટર પરની હજારો પોસ્ટ્સ પુરાવા વિના આગ લગાડવા માટે "ઇસ્લામિક ઉગ્રવાદીઓ" ને દોષી ઠેરવ્યા હતા. જોકે, આ આગ કચરાના કારણે લાગી હતી.

મુસ્લિમ વિસ્તારમાં જયશ્રી રામના નારા


એક વીડિયોમાં ચહેરો ઢાકેલા હિંદૂ લોકો મુસ્લિમ વિસ્તારમાં જયશ્રી રામના નારા લગાવી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં શહેરના બેલગ્રેવ રોડ પરના એક મંદિરમાંથી 17મી સપ્ટેમ્બરે ધ્વજ ઉતારવામાં આવ્યો હતો અને પોલીસ તેની તપાસ કરી રહી છે. ભ્રામક માહિતી અને ખોટા દાવાઓના કારણે હિંદુ-મુસ્લિમ વચ્ચે તણાવ વધી ગયો હતો.
Published by:Sahil Vaniya
First published:

Tags: Hindu muslim, Social Media Viral, United Kingdom

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन