ભારે વરસાદથી બિહાર બેહાલ : 10 લોકોનાં મોત, અનેક ટ્રેનો રદ

News18 Gujarati
Updated: September 29, 2019, 3:00 PM IST
ભારે વરસાદથી બિહાર બેહાલ : 10 લોકોનાં મોત, અનેક ટ્રેનો રદ
ભારે વરસાદના કારણે બિહારમાં અનેક લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

બિહારમાં પૂરની સ્થિતિને જોતાં 13 ટ્રેનો રદ કરાઈ, અનેક ડાયવર્ટ

  • Share this:
પટના : બિહારમાં સતત પડી રહેલા મૂશળધાર વરસાદનો કહેર હવે લોકો પર મોત બનીને તૂટવા લાગ્યો છે. રવિવારે અલગ-અલગ દુર્ઘટનાઓમાં અહીં ઓછામાં ઓછા દસ લોકોના મોત થયા છે. પહેલી ઘટના ભાગલપુરની છે, જ્યાં જિલ્લાના બરારી પોલીસ સ્ટેશન હદમાં આવેલા હનુમાન ઘાટે સ્નાન કરતી વખતે જૂના મંદિરની દીવાલ ધસી પડી. દીવાલ ધસી જવાથી કાટકાળમાં દબાઈને ત્રણ લોકોનાં મોત થયા, જ્યારે અનેક લોકો દબાયા હોવાની આશંકા છે.

ગંગા ઘાટ પાસે બની દુર્ઘટના

મળતી જાણકારી મુજબ, શારદીય નવરાત્રીને કારણે લોકો ઘાટ પર ગંગા સ્નાન કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન સતત પડી રહેલા વરસાદને કારણે ઘાટની પાસે ઓવા મંદિર પરિસરની દીવાલ ધસી પડી, જેમાં ઘાટ પર હાજર લોકો દબાઈ ગફા. ઘટનાની જાણ થતાં એસડીએ અને ડીએસપી સહિત અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારી એસડીઆરએસ ટીમની સાથે ઘટનાસ્થળે પહોંચી.

એસડીઆરએફે કર્યુ રેસ્ક્યૂ

એસડીઆરએફની ટીમે જેસીબી મશીનથી કાટકાળને હટાવ્યો અને ત્રણ લોકોને બહાર કાઢ્યા. ત્રણેયને તાત્કાલિક જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. કાટમાળ હટાવવાનું કામ ચાલુ છે.

ત્રણ અલગ-અલગ દુર્ઘટના

ભાગલપુરમાં ત્રણ અલગ-અલગ સ્થળે દીવાલ પડવા અને કાટમાળમાં દબાવાથી 6 લોકોનાં મોત થયા છે. હનુમાનઘાટમાં જ્યાં ત્રણ લોકોનાં મોત થયા છે, બીજી તરફ મહારાજઘાટમાં બે અને સુંદરનગરની પાસે એકનું મોત થયું છે. હનુમાનઘાટની પાસે સુકરાલ દાસ (55 વર્ષ), ક્ષિતીજ કુમાર (24 વર્ષ), વિવેક કુમાર (40 વર્ષ) જ્યારે મહારાજાઘાટની પાસે સલોની કુમારી (13 વર્ષ), અનિલ શર્મા (45 વર્ષ) અને સુંદરવનની પાસે વિકાસચંદ્ર દાસ (55 વર્ષ)નું મોત થયું છે.

દાનાપુરમાં ચારનાં મોત

બીજી ઘટના પટના પાસે આવેલા દાનાપુર વિસ્તારની છે, જ્યાં વૃક્ષ પડવાથી ચાર લોકોનાં મોત થયા છે. ઘટના ખગૌલીની છે જ્યાં ઑટો પર વિશાળ વૃક્ષ પડ્યું. આ દુર્ઘટનામાં ચાર લોકોનાં મોત થયા છે. મૃતકોમાં ત્રણ મહિલા અને એક બાળકી સામેલ છે. મૃતકોની ઓળખ હજુ સુધી નથી થઈ શકી.

13 ટ્રેન કૅન્સલ, અનેક ડાયવર્ટ

બિહારના 15 જિલ્લાઓમાં જ્યાં હાઈ અલર્ટ (High Alert) છે ત્યાંનું રેલ પરિવહન (Train Operation) પણ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. બિહારના અનેક વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદથી 13 ટ્રેનો રદ (Canceled Trains) કરવામાં આવી છે, તો અનેક ટ્રનોને ડાઇવર્ટ (Divert) કરવામાં આવી છે.

(રિપોર્ટ : રાહુલ ઠાકુર)

આ પણ વાંચો,


ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે 48 લોકોનાં મોત, UPમાં અલર્ટ
નવો મોટર વ્હીકલ ઍક્ટ લોકોના #ChaltaHai વલણ પર મારશે બ્રેક
First published: September 29, 2019, 2:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading