ઉત્તર ભારતમાં ગગડ્યો તપમાનનો પારો, હળવા વરસાદની સાથે ભારે ઠંડીના અણસાર, ગુજરાતમાં પણ ઠંડી વધશે

હાલ સમગ્ર ગુજરાતમાં (Gujarat) છેલ્લા ઘણાં દિવસોથી વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી ન્યૂનતમ તાપમાનમાં કોઇ ઘટાડો નહીં આવે. જે બાદ ધીમે-ધીમે ઠંડીનું (Winter) પ્રમાણ વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયના વિસ્તારમાં આગામી 24 કલાક તાપમાનમાં કોઇ ફેરફાર નહીં નોંધાય અને ત્યારબાદના સમયગાળામાં ધીમે-ધીમે ઠંડીનું પ્રમાણ વધશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં કોલ્ડ વેવની (Coldwave) અસર વર્તાવવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઉત્તરી વિસ્તારમાં આગામી 24 કલાકમાં હળવા વરસાદ અને ઉંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાનું અનુમાન છે.

 • Share this:
  નવી દિલ્હીઃ ઉત્તર ભારતના ત્રણ રાજ્યો લદ્દાખ (ladakh), હિમાચલ પ્રદેશ (himachal pradesh) અને ઉત્તરાખંડના (Uttrakhand) ઉત્તરી વિસ્તારમાં આગામી 24 કલાકમાં હળવા વરસાદ અને ઉંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષાનું (Snowfall) અનુમાન છે. મોસમ સાથે સંકળાયેલી જાણકારી આપનારી ખાનગી કંપની સ્કાઈમેટ પ્રમાણે મોસમી સિસ્ટમ લદ્દાખ ઉપર પહોચી ગયઈ છે પહાડો ઉપર મોસમ સાફ થવા લાગ્યું છે.

  ખાનગી એજન્સી પ્રમાણે જમ્મુ-કશ્મીર ગિલગિત, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં મૌસમ સાફ રહેશે. મોસમ વિભાગ પ્રમાણે દિલ્હીમાં આગામી થોડા દિવસોમાં મધ્યમથી ગાઢ ધુમ્મસ જોવા મળશે.

  હવામાન વિભાગ (Meteorological Department) પ્રમાણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હી એન્સીઆરીના કેટલાક શહેરોમાં તાપમાન સામાન્યથી નીચે જઈ શકે છે. આ વિસ્તરોમાં શીત લહેર બની શકે છે. હિમાચલ પ્રદેશના કોઠી અને ગોંડલામાં 30-30 સેન્ટીમીટર બરફ વર્ષા થઈ શકે છે. કેલોંગમાં 12 સેન્ટીમીટર, મનાલીમાં 12 સેન્ટીમીટર, કલ્પામાં 7.5 સેન્ટીમિટર અને ડલહૌજીમાં ચાર સેન્ટીમીટર વરસાદ થઈ છે.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ લગ્નના કલાકો પહેલા પુત્રીને દાગીના આપવા બ્યુટી પાર્લર જતી માતા પાસેથી લાખોના દાગીના તફડાવી ગયો ગઠિયો

  મધ્ય પ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસોથી હળવો વરસાદ ચાલું છે. અરબ સાગરમાં બનેલી ચક્રવાતી સ્થિતિના કારણે રાજ્યમાં વરસાદી સ્થિતિ સર્જાઈ છે. રવિવાર સવારે ધુમ્મસ જેવી સ્થિતિ રહી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ 'મમ્મી રડતી નહીં, મને કોઈ યાદ પણ ના કરતા, સટ્ટાની ટેવને લીધે હું થાકી ગયો છું, થલતેજની હોટલમાં યુવકની આત્મહત્યા

  આ પણ વાંચોઃ-સુરત: એક જ પરિવારના ચાર બાળકો તાપી નદીમાં ન્હાવા પડ્યા, ત્રણનાં મોત, નદી કિનારે નેપાળી પરિવારનો કલ્પાંત

  મૌસમ વિભાગ પ્રમાણે ચક્રવાતી ક્ષેત્ર કમજોર પડવાના કારણે ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થવાની સાથે હવાની ગતી 9થી 10 કીમી પ્રતિ કલાક સુધી વધવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશ અને બિહારની વાત કરીએ તો 14 અને 15 ડિસેમ્બરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે.  ઉલ્લેખનયી છે કે ઉત્તર ભારતમાં ઠંડી વધે છે ત્યારે એક સપ્તાહમાં તેની અસર ગુજરાતમાં થાય છે. આમ હવે ગુજરાતમાં પણ ઠંડી ચમકારો આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
  Published by:ankit patel
  First published: