કાશ્મીર ઘાટીમાં ફરી રણકી ફોનની ઘંટડીઓ, જમ્મુમાં 2G ઇન્ટરનેટ પણ શરૂ

News18 Gujarati
Updated: August 17, 2019, 11:29 AM IST
કાશ્મીર ઘાટીમાં ફરી રણકી ફોનની ઘંટડીઓ, જમ્મુમાં 2G ઇન્ટરનેટ પણ શરૂ
5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ ઇન્ટરનેટ અને ટેલિફોન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી

5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ ઇન્ટરનેટ અને ટેલિફોન સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી

  • Share this:
જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ ઘાટીમાં શાંતિપૂર્ણ માહોલ બનાવવા માટે ટેલિફોન અને ઇન્ટરનેટ સેવાઓ રોકી દેવામાં આવી હતી. છેલ્લા 12 દિવસથી લાગેલા પ્રતિબંધ બાદ કાશ્મીર ઘાટીમાં ફરી એક વાર ટેલિફોનની ઘંટડીઓ વાગવા લાગી છે. બીજી તરફ, જમ્મુના પાંચ જિલ્લાઓમાં 2G ઇન્ટરનેટ સુવા પણ શરૂ કરી દેવામાં આવી છે.

કાશ્મીર ઘાટીમાં 100માંથી 17 ટેલિફોન એક્સચેન્જ કાર્યરત

પીટીઆઈના રિપોર્ટ મુજબ, અધિકારીઓએ જણાવ્યું કે 100થી વધુ ટેલિફોન એક્સચેન્જમાં 17ને કાર્યરત કરી દેવામાં આવ્યા છે. આ એક્સચેન્જ મોટાભાગે સિવિલ લાઇન્સ વિસ્તાર, છાવણી વિસ્તાર, શ્રીનયર જિલ્લાના એરપોર્ટની પાસે છે. મધ્ય કાશ્મીરમાં બડગામ, સોનમર્ગ અને મનિગમમાં લેન્ડલાઇન સેવાઓ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, ઉત્તર કાશ્મીરમાં ગુરેજ, તંગમાર્ગ, ઉરી, કેરન, કરનાહ અને તંગધાર વિસ્તારમાં સેવાઓ શરૂ કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ કાશ્મીરમાં કાંજીગુંડ અને પહલગામ વિસ્તારમાં સેવાઓ શરૂ કરવામાં આવી છે.

એએનઆઈના અહેવાલ મુજબ, જમ્મુ વિભાગના જમ્મુ, રિયાસી, સાંબા, કઠુઆ અને ઉધમપુર જિલ્લામાં 2G ઇન્ટરનેટ સેવા ફરી શરૂ કરવામાં આવી છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવે શુક્રવારે તબક્કાવાર અને વ્યવસ્થિત રીતે પ્રતિબંધો ઢીલા કરવાની જાહેરાત કરી હતી. તેઓએ શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કાશ્મીરમાં મોટાભાગની ફોન લાઇન આ સપ્તાહના અંત સુધી ચાલુ કરી દેવામાં આવશે અને વિદ્યાલય વિસ્તાર મુજબ આવતા સપ્તાહે ખુલી જશે. તેઓએ કહ્યું કે, કાશ્મીર ઘાટીમાં શુક્રવારે રાજ્ય સરકારના કાર્યાલયોમાં સામાન્ય રીતે કામકાજ થયું અને અનેક કાર્યાલયોમાં તો હાજરી પ્રમાણમાં ઘણી સારી રહી.

આ પણ વાંચો, ટીમ ડોભાલના આ ત્રણ મહારથીઓએ 'મિશન કાશ્મીર'ને બનાવ્યું સફળ

તેઓએ કહ્યું કે, 5 ઓગસ્ટે જ્યારે પ્રતિબંધ લગાવવામાં આવ્યો ત્યારથી કોઈએ જીવ નથી ગુમાવ્યો અને કોઈ ઘાયલ પણ નથી થયું. 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો દૂર કરવામાં આવ્યો હતો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દેવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું કે આગામી થોડા દિવસોમાં પ્રતિબંધોમાં વ્યવસ્થિત રીતે છૂટ આપવામાં આવશે.

આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાનો ખતરો, હાઈ એલર્ટ પર ત્રણે સેનાઓ
First published: August 17, 2019, 8:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading