ટેલિકોમ વિભાગનો એરટેલ, વોડાફોન-Ideaને આદેશ, રાત્રે 11.59 સુધીમાં બાકી રકમ ચૂકવો

News18 Gujarati
Updated: February 14, 2020, 8:40 PM IST
ટેલિકોમ વિભાગનો એરટેલ, વોડાફોન-Ideaને આદેશ, રાત્રે 11.59 સુધીમાં બાકી રકમ ચૂકવો
એરટેલ, વોડાફોન-Ideaને આદેશ, રાત્રે 11.59 સુધીમાં બાકી રકમ ચૂકવો

ટેલિકોમ વિભાગે કંપનીઓને સર્કલના આધારે બાકી રકમના સંબંધમાં નોટિસ મોકલવાનું શરુ કરી દીધું

  • Share this:
નવી દિલ્હી : ટેલિકોમ વિભાગે (Department of Telecom) સુપ્રીમ કોર્ટની ફટકાર પછી ભારતી એરટેલ અને વોડાફાન આઈડિયા જેવી કંપનીઓને શુક્રવારે અડધી રાત પહેલા એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (AGR)બાકી રકમની ચૂકવણી કરવાનો આદેશ કર્યો છે. ટેલિકોમ વિભાગના એક આદેશ પ્રમાણે કંપનીઓને શુક્રવારે રાત્રે 11.59 સુધી બાકી રકમની ચૂકવણી કરવા કહ્યું છે.

ટેલિકોમ વિભાગે કંપનીઓને સર્કલના આધારે બાકી રકમના સંબંધમાં નોટિસ મોકલવાનું શરુ કરી દીધું છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે (Supreme Court) ટેલિકોમ કંપનીઓથી એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (Adjusted Gross Revenue) વસૂલી મામલામાં ટેલિકોમ કંપનીઓ અને સરકારને આકરી ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કોર્ટના અનાદર કરનારી એરટેલ, વોડાફોન સહિત અન્ય કંપનીઓના મેનેજિંગ ડાયરેક્ટર, સીએમડીને નોટિસ જાહેર કરી છે. આ ઉપરાંત કંપનીઓ, ટેલિકોમ વિભાગના અધિકારીઓને 17 માર્ચના રોજ સમન્સ પાઠવ્યા છે.

આ પણ વાંચો - AGR વસૂલી : ટેલીકૉમ કંપનીઓને SCની ફટકાર- દેશમાં કોઈ કાયદો બચ્યો છે, કોર્ટ બંધ કરી દઈએ?

ભારતી એરટેલે શુક્રવારે સાંજે જાણકારી આપી હતી કે તેણે સરકારને 10,000 કરોડ રુપિયા બાકી રકમ 20 ફેબ્રુઆરી સુધી આપવા કહ્યું છે. કંપનીએ રજુઆત કરી છે કે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી પહેલા બાકી રકમ આપી દઇશું

ટેલિકોમ કંપનીઓએ AGRની ચૂકવણી કરવા માટે સમય માંગ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે વધુ સમય આપવાનો ઇન્કાર કરી દીધો. કોર્ટે કહ્યું કે, જે આદેશ આપવાનો હતો તે આપી દીધો છે. ટેલિકોમ કંપનીઓને પૈસા ચૂકવવા જ પડશે. જસ્ટિસ અરુણ મિશ્રાની બેન્ચે કહ્યું કે આ અનાદર (Contempt of Court)નો મામલો છે, શું અમે સુપ્રીમ કોર્ટ બંધ કરી દઈએ? શું દેશમાં કોઈ કાયદો બચ્યો છે? શું આ મની પાવર નથી? સારું રહેશે કે આ દેશમાં રહેવામાં ન આવે અને દેશ છોડી દેવામાં આવે.
First published: February 14, 2020
વધુ વાંચો
अगली ख़बर