સુપ્રીમે AGR મામલે સરકારને ટેલિકૉમ કંપનીઓ પાસેથી 92,000 કરોડ રૂપિયા ઉઘરાવવાની છૂટ આપી

પ્રતિકાત્મક તસવીર

વર્ષ 2003માં ટેલિકૉમ કંપનીઓ અને સરકાર વચ્ચે એડજેસ્ટેડ ગ્રૉથ રેવન્યૂની વ્યાખ્યાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેના પર હવે સુપ્રીમ કોર્ટે (Supreme Court of India) ફેંસલો સંભળાવ્યો છે. આ નિર્ણય ટેલિકોમ કંપનીઓની વિરુદ્ધ આવ્યો છે. હવે આ કંપનીઓએ આશરે 92 લાખ કરોડ રૂપિયા ચુકવવા પડશે.

  • Share this:
    નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે (Supreme Cour of India) એડજસ્ટેડ ગ્રૉથ રેવન્યૂ મામલામાં નિર્ણય સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે ટેલિકૉમ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા (Telecom Department of India)ની તરફેણમાં ચુકાદો આપ્યો છે. હવે ટેલિકૉમ કંપનીઓએ બાકીની રકમ સરકારને ચુકવવી પડશે. આ સમાચાર બાદ ટેલિકૉમ કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો છે. બીએસઈ પર ભારતી એરટેલનો શેર 5 ટકા, વોડાફોન-આઇડિયાનો શેર 18 ટકા ઘટી ગયો છે. નોંધનીય છે કે AGR (Adjusted Gross Revenue) અંતર્ગત ટેલિકૉમ કંપનીઓ સરકાર સાથે લાઇસન્સ ફી અને સ્પેક્ટ્રમ યૂઝેસ ચાર્જ શેર કરે છે. AGRમાં શું શું સામેલ થશે તેની વ્યાખ્યાને લઈને ટેલિકૉમ કંપનીઓ અને સરકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

    શું છે મામલો?

    પહેલા આ મામલો TDSAT (Telecom Disputes Settlement and Appellate Tribunal)માં ઉઠાવવામાં આવ્યો હતો. ટીડીએસએટીની વ્યાખ્યા અલગ રીતે કરી હતી. TDSATના પ્રમાણે ભાડું, સંપત્તિનાં વેચાણ પર નફો, ટ્રેઝરી ઇનકમ, ડિવિડન્ટ AGRમાં સામેલ થશે. જ્યારે ડૂબી ગયેલું કરજ, કરન્સીમાં વધારો-ઘટાડો, કેપિટલ રિસિપ્ટ ડિસ્ટ્રીબ્યૂશન માર્જિન AGRમાં સામેલ નહીં થાય.

    હવે શું થશે?

    સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ટેલિકૉમ કંપનીઓએ આશરે 92 લાખ કરોડ રૂપિયાની ચુકવણી સરકારને કરવી પડશે. આ અંગે ટેલિકૉમ કંપનીઓએ છ મહિનાનો સમય માંગ્યો છે.

    નિષ્ણાતોનું કહેવું છે કે ટેલિકૉમ સેક્ટર માટે આ સમાચાર ખરાબ છે. કારણ કે ટેલિકૉમ સેક્ટર પર આશરે સાત હજાર કરોડ રૂપિયાનું કરજ છે. એવામાં કંપનીઓની હાલત વધારે ખરાબ થઈ શકે છે. સાથે જ બેંકો પર પણ આની અસર પડશે. કારણ કે અનેક પ્રાઇવેટ અને સરકારી બેંકોનું કરજ ડૂબી જવાની સ્થિતિ ઉભી થઈ છે.

    કઈ કંપનીની કેટલી રકમ બાકી?

    >> ભારતી એરટેલ : 26 હજાર કરોડથી વધારે રકમ બાકી.
    >> Vodafone-Idea : 19 હજારથી વધારેની રકમ ચુકવવાની બાકી.
    >> રિલાયન્સ કોમ્યુનિકેશન : 16 હજાર કરોડથી વધારે રકમ ચુકવવાની બાકી.
    >> બીએસએનઅલ : 2000 કરોડથી વધારેની રકમ ચુકવવાની બાકી.
    >> એમટીએનએલ : 2500 કરોડથી વધારેની રકમ ચુકવવાની બાકી.
    Published by:Vinod Zankhaliya
    First published: