Home /News /national-international /

Woman Empowerment: તેલંગાણાની પ્રથમ મહિલા લાઇન મેન, વીજળીની ઝડપે ચઢી જાય છે થાંભલા પર!

Woman Empowerment: તેલંગાણાની પ્રથમ મહિલા લાઇન મેન, વીજળીની ઝડપે ચઢી જાય છે થાંભલા પર!

આ પોસ્ટ પર પોતાની પસંદગી થયા બાદ 21 વર્ષની યુવતીએ સાબિત કરી દીધું કે એવું કંઈ નથી જે મહિલાઓના બસની વાત નથી.

Telangana's First Woman Lineman : 20 વર્ષની સિરિષા (Sirisha)એ પોતાને એવા વ્યવસાયમાં સાબિત કરીને બતાવ્યું છે કે જે પોસ્ટ (Lineman)ના નામ સાથે જ 'પુરુષ' જોડાયેલ છે. તે તેલંગાણાની પ્રથમ મહિલા લાઇનમેન છે.

    Telangana’s First Woman Lineman : મહિલાઓ દરેક પસાર થતા દિવસે પોતાની જાતને સાબિત કરી રહી છે. તેઓ માત્ર ઘર અને બહારની જવાબદારીઓ જ નિભાવી રહ્યાં નથી, પરંતુ તેઓ એવા વ્યવસાયો (Woman Empowerment)માં પણ ઉતરી રહ્યા છે જે ફક્ત પુરુષો માટે જ આરક્ષિત હતા. આવી જ એક પોસ્ટ વીજ થાંભલા પર ચઢીને વાયરો ઠીક કરતા લાઇનમેનની પોસ્ટ છે. તેલંગાણા (Telangana)ની એક 21 વર્ષની યુવતીએ આ પોસ્ટ પર પોતાનું સિલેક્શન કરાવીને સાબિત કરી દીધું કે એવું કંઈ નથી જે મહિલાઓના બસની વાત નથી.

    સિરીશા (Babburi Sirisha)ને પાવર કોર્પોરેશન ઓફ તેલંગાણા (Telangana State Southern Power Distribution Company Limited)માં પ્રથમ મહિલા લાઇનમેન તરીકે પસંદ કરવામાં આવી છે. જો કે આ એક સામાન્ય કામ છે, પરંતુ આવા પદ પર મહિલાની પસંદગી એ પોતાનામાં એક મોટી વાત છે, જે વાસ્તવમાં ફક્ત પુરુષો માટે જ બનાવવામાં આવી છે.

    કદાચ આ પોસ્ટ બનાવતી વખતે તેના પર કોઈ મહિલાની પસંદગી થવાની શક્યતાનો વિચાર પણ કરવામાં આવ્યો ન હતો, ત્યારે જ તેને લાઇનમેનની પોસ્ટ બનાવવામાં આવી હતી. હવે સિરિષાએ આ મિથ તોડી છે અને તેની સ્ટોરી વાયરલ થઈ ગઈ છે.



    આ પણ વાંચો: ભારતનો અનોખો તહેવાર જેમાં લોકો પોતાના શરીરમાં નાખે છે ધારદાર ધાતુ

    પરંપરાગત કપડાંમાં થાંભલા પર ચઢે છે
    તેલંગાણાના સિદ્દીપેટ જિલ્લામાં ગણેશપલ્લી નામનું એક નાનકડું ગામ છે. સિરિશા આ ગામની છે અને તેલંગાણા સધર્ન પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિમિટેડમાં જુનિયર લાઇનમેન તરીકે પસંદગી પામી છે. વિચારો કે આ સિદ્ધિ કેટલી મહત્વની હશે કારણ કે તેલંગાણાના ઉર્જા પ્રધાન જગદિશ રેડ્ડીએ પોતે સિરીશાને તેમનો નિમણૂક પત્ર સોંપ્યો હતો. સિરિશાએ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં ITI પૂર્ણ કર્યું છે. તેણે વર્ષ 2019માં પ્રથમ વખત લાઇનમેનની નોકરી માટે અરજી કરી હતી. જોકે, તેણી એક મહિલા હોવાને કારણે તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.

    આ પણ વાંચો: Magnetic Manના નામથી વિશ્વમાં પ્રખ્યાત હતો આ વ્યક્તિ, શરીર પર ચોંટાડતો હતો ધાતુ!

    જો તમે નક્કી કરો છો, તો કંઈપણ મુશ્કેલ નથી
    સિરિષાએ તેના પરિવારના સમર્થનથી હાઈકોર્ટમાં અપીલ કરી અને આખરે તેમના સંઘર્ષની જીત થઈ. 23 ડિસેમ્બર, 2020 ના રોજ, તેની અને ભારતી માટે એકસાથે 8-મીટરના પોલ પર ચઢવાની કસોટી હતી. તેણે લેખિત પરીક્ષા પાસ કર્યા પછી તેની પોલ ક્લાઇમ્બિંગ કુશળતા પણ સાબિત કરી.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Amazing, Telangana, Viral news, Women Empowerment

    આગામી સમાચાર