પરીક્ષામાં 99 માર્ક્સ આવ્યા છતાંય ઝીરો આપ્યો: શિક્ષક સસ્પેન્ડ

News18 Gujarati
Updated: April 29, 2019, 12:34 PM IST
પરીક્ષામાં 99 માર્ક્સ આવ્યા છતાંય ઝીરો આપ્યો: શિક્ષક સસ્પેન્ડ
પ્રતિકાત્મક તસવીર

તેલગાંણા રાજ્યમાં બોર્ડની પરીક્ષાનાં પરિણામ પછી 20 વિદ્યાર્થાઓએ આત્મહત્યા કરી હતી.

  • Share this:
તેલગાંણા બોર્ડ ઓફ ઇન્ટરમિડીયેટ દ્વારા પરીક્ષાનાં પરિણામો જાહેર કરવામાં આવતાની સાથે જ હોબાળો મચી ગયો હતો. કેમ કે, એક વિદ્યાર્થીને પરીક્ષામાં 99 માર્ક્સ આવ્યા હોવા છતાંય તેને ઝીરો (શૂન્ય) માર્ક્સ આપ્યા હતા. આ વિગતો બહાર આવતા જ, સરકારે આ શિક્ષકને સસ્પેન્ડ કરવાનાં આદેશ આપી દીધા છે અને આ શિક્ષકને દંડ પણ કર્યો છે.

આ મામલે નિમાયેલી ત્રણ સભ્યોની સમિતિએ રાજ્ય સરકારને અહેવાલ આપ્યો હતો અને જે શિક્ષક પોતાની ફરજ નિભાવવામાં બેદરકારી દાખવી હતી તેની સામે પગલા લીધા હતા.

બોર્ડ ઓફ ઇન્ટરમિડીયેટ એજ્યુકેશને જાહેરાત કરી હતી કે, તેણે શિક્ષિકા ઉમા દેવીને પાંચ હજાર રૂપિયાને દંડ કર્યો છે. તે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવે છે. 12માં ધોરણમાં નાવ્યા પેપરમાં તેણે એક વિદ્યાર્થીને 99 માર્ક્સ આવ્યા હોવા છતાયે શૂન્ય માર્ક્ય આપ્યો હતો. શાળા મેનેજમેન્ટે પણ આ શિક્ષિકાની હકાલપટ્ટી કરી દીધી છે.

આ સિવાય, સરકારે વિજય કુમાર નામના શિક્ષકને પણ સસ્પેન્ડ કર્યા છે. કેમ કે, તેમણે આ પેપર પર ધ્યાન રાખવાનું હતું પણ તે પણ પોતાની ફરજ ચૂક્યા હતા. તેમના ધ્યાન પર પણ આ ભૂલ ન આવી તે આશ્ચર્ય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષકોની આ ભૂલનાં કારણે અનેક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવા તરફ વળ્યા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓએ સરકાર સામે મોરચો માંડ્યો હતો અને વિરોધ કર્યો હતો.

વિરોધ પક્ષોએ પણ માંગણી કરી હતી અને આ કિસ્સામાં ઉચ્ચ અધિકારીઓ સામે પગલા લેવામાં આવે. પરિણામ તૈયાર કરનારી કંપની સામે પણ પગલા લેવા માગણી ઉઠી હતી.તેલગાંણા રાજ્યયમાં આ પરીક્ષાનાં પરિણામ પછી 20 વિદ્યાર્થાઓએ આત્મહત્યા કરી હતી. જેના કારણે રાજ્ય સરકારે જાહેરાત કરવી પડી કે, જે વિદ્યાર્થીઓ તેમના પેપર ફરી વખત ચકાસવા માગશે તેમને ફી ભરવી નહીં પડે. બોર્ડનાં પરિણામોમાં 3 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.
First published: April 29, 2019, 12:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading