Home /News /national-international /મહિલાનાં પેટમાંથી નીકળી 8 કિલોની ગાંઠ, ભારતના ડોક્ટરોએ કરી બતાવ્યુ સફળ ઓપરેશન

મહિલાનાં પેટમાંથી નીકળી 8 કિલોની ગાંઠ, ભારતના ડોક્ટરોએ કરી બતાવ્યુ સફળ ઓપરેશન

surgery

Telangana Suryapet: તેલંગાણાના સૂર્યપેટ જિલ્લામાં ચિવવેમલા મંડલના કુડાકુડા ગામમાં એક દંપતિ પોન્નેબોયીના શ્રીનિવાસની પત્ની શશિરેખાના પેટમાંથી લગભગ 8 કિલો વજનની ગાંઠ ને સફળતાપૂર્વક દૂર કરી છે.

તેલંગાણા (Telangana)માં એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા એક એક દુર્લભ સર્જરી(Rare surgery) હાથ ધરાઈ હતી. આ સર્જરી દરમિયાન ડોક્ટરોએ એક મહિલાના પેટમાંથી લગભગ 8 કિલો વજનની ગાંઠ (Tumor) ને સફળતાપૂર્વક દૂર કરી છે. સર્જરીની મદદથી ગાંઠ દૂર કરીને ડોક્ટરોએ વર્ષોથી પેટના દુ:ખાવા (Stomach Ache) થી પીડાતી મહિલાનો જીવ બચાવ્યો છે.

મળતી માહિતી અનુસાર, તેલંગાણાના સૂર્યપેટ (Suryapet) જિલ્લામાં ચિવવેમલા મંડલના કુડાકુડા ગામમાં એક દંપતિ પોન્નેબોયીના શ્રીનિવાસ અને તેની પત્ની શશિરેખા રહે છે. શશિરેખાને લાંબા સમયથી પેટમાં અસહ્ય દુખાવો થતો હતો. જેથી શશિરેખા અને તેના પતિ શ્રીનિવાસે સૂર્યપેટની ઘણી હોસ્પિટલોમાં સારવાર અર્થે મુલાકાત લીધી. પરંતુ કોઈપણ હોસ્પિટલની સારવાર તેણીના પેટના દુખાવામાંથી રાહત ન અપાવી શકી. અંતે તેમણે સૂર્યપેટની શ્રી સ્વાતિ હોસ્પિટલની મુલાકાત લીધી અને પોતાની સમસ્યા જણાવી હતી. જે બાદ હોસ્પિટલમાં ડોક્ટરોએ તેણીના તબીબી પરીક્ષણો કેયા હતા. આ દરમિયાન હોસ્પિટલના ડોકટરોએ તેનું સ્કેનિંગ કરતાં તેમને શશિરેખાના પેટમાં ગાંઠ જોવા મળી હતી.

ઓપરેશન માટે જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી ડોક્ટર્સે શ્રીનિવાસ અને તેની પત્ની, દર્દી શશિરેખાની સંમતિ લઈને તેની સર્જરી કરવાનું નક્કી કર્યું. કલાકો સુધી ચાલેલી આ મુશ્કેલ સર્જરીના અંતે ડોક્ટરોએ શશિરેખાના પેટમાંથી લગભગ 7થી 8 કિલો વજનની મોટી ગાંઠ બહાર કાઢી હતી. પોતાના શરીરમાંથી ગાંઠ દૂર થયા બાદ શશિરેખાને પીડામાંથી ઘણી રાહત અનુભવાઈ હતી.

આ પણ વાંચો: યૂટ્યૂબ પર વિડીયો જોઈને 15 વર્ષની સગીરાએ ઘરે કરી પોતાની જ ડિલિવરી! બાળકને આપ્યો જન્મ

સર્જરી સફળતાથી પૂર્ણ થયા બાદ શશિરેખા અને તેના પરિવારના સભ્યોએ આ મુશ્કેલ સર્જરી કરનારા ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ અને સૂર્યપેટની ખાનગી હોસ્પિટલના મેનેજમેન્ટનો આભાર માન્યો હતો. ડોક્ટરોએ જણાવ્યું હતું કે આ એક દુર્લભ સર્જરી છે, જે અત્યાર સુધી ક્યાંય કરવામાં આવી નથી.

આ પણ વાંચો: કપિ બન્યા કાળ! 70 વર્ષીય વૃદ્ધાને ઘરમાં ઘૂસીને વાંદરાઓના ટોળાએ પતાવી દીધા

જણાવી દઈએ કે, આ અગાઉ ગુજરાતની એક ખાનગી હોસ્પિટલમાં 56 વર્ષીય મહિલાની સર્જરી કરાઈ હતી. આ સર્જરીમાં મહિલાના પેટમાંથી 47 કિલોગ્રામ વાહનની ગાંઠ દૂર કરવામાં આવી હતી. જોકે, ગાંઠ સાથે દૂર કરાયેલા ટીશ્યુ અને ગાંઠ સાથે સંબંધિત દૂર કરાયેલી ચામડીનું કુલ વજન 54 કિલોગ્રામ જેટલું હતું. જે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ગાંઠની સર્જરી રહી હતી.
First published:

Tags: Health News, Surgery, Telangana

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો