હૈદરાબાદ : તેલંગાના (Telangana)માં મહિલા ડૉક્ટરથી (Hyderabad Veterniary Doctor Murder) બળાત્કાર અને હત્યાના આરોપીઓનો પરિવાર હાલમાં ડર અને આઘાતમાં છે. દેશમાં આરોપીઓની વિરુદ્ધ ઊભા થયેલા માહોલથી પરિવાર સંઘર્ષ કરી રહ્યા છે. આરોપીઓની માતાએ કહ્યુ કે તેમના દીકરાને સજા મળવી જોઈએ. તે પણ એક દીકરીની માતા છે. રાષ્ટ્રીય આક્રોશને જન્મ આપનારી આ ઘટનામાં સામેલ ત્રણ આરોપીઓ મોહમ્મદ આરિફ, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવાના પરિવારના સભ્યો તેમના આ કૃત્યથી સ્તબ્ધ છે.
બીજી તરફ, ગરીબ પરિવારમાંથી આવતા આરોપી કેશાવુલુની માતાએ મીડિયા સમક્ષ કહ્યું કે, તેમના દીકરાને યોગ્ય સજા મળવી જોઈએ. છેવટે તે પણ એક દીકરીની માતા છે. આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગના સવાલ પર તેઓએ કહ્યું કે, જો તમે તેને ફાંસી આપો છો કે તેને મારી નાખો છો અને જો હું કહું કે શું મારા દીકરાને પરત કરી શકો છો.
તેમણે કહ્યું કે, જ્યારે તેમના દીકરા માટે તેમના મનમાં આટલું દર્દ છે તો સળગેલી મહિલાને તેનું દર્દ નહીં થયું હોય. આરોપીની માતાએ દાવો કર્યો કે કેશાવુલુ છેલ્લા 6 મહિનાથી ખરાબ સ્વાસ્થ્યના કારણે કોઈ કામ નથી કરી રહ્યો. બીજી તરફ, કેશાવુલુના પરિવારના એક અન્ય સભ્યનું કહેવું છે કે તેઓ હાલમાં કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છે.
તેઓએ કહ્યુ કે, તેઓ આ ઘટના બાદ લોકોનો સામનો નથી કરી શકતા. જ્યારે એક અન્ય આરોપી શિવાની માતાએ પણ કહ્યું કે, તેના અપરાધ માટે તેને યોગ્ય સજા આપવી જોઈએ. પહેલા આરોપી મોહમ્મદના માતા-પિતાએ કહ્યું કે, તેમના દીકરો ઘટનાવાળી રાત્રે ઘરે આવ્યો હતો અને તેણે તેમને એક દુર્ઘટના વિશે જણાવ્યું હતું.
મોહમ્મદની માતાએ કહ્યું કે, તમે તેને કોઈ પણ સજા આપી શકો છો. આરોપીઓના પરિવારોએ કહ્યું કે, તેઓ સામાન્ય સ્થિતિમાં જીવન ગુજરાન કરે છે. ઉલ્લેખનીય છે કે, મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના આરોપીમાં 20 અને 24 વર્ષની ઉંમરના ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
શનિવારે તમામ ધરપકડ કરાયેલા આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. કંપવનારી આ ઘટનાના વિરોધમાં શનિવારથી તેલંગાના સહિત દેશમાં અનેક સ્થળે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. પ્રદર્શનકર્તાઓ દ્વારા આરોપીઓને મોતની સમજા આપવાની માંગ કરવામાં આવી રહી છે.