હૈદરાબાદ એન્કાઉન્ટર સ્થળે પોલીસનું ફુલોથી સ્વાગત, ડીસીપી ઝિંદાબાદના લાગ્યા નારા

News18 Gujarati
Updated: December 6, 2019, 10:58 AM IST
હૈદરાબાદ એન્કાઉન્ટર સ્થળે પોલીસનું ફુલોથી સ્વાગત, ડીસીપી ઝિંદાબાદના લાગ્યા નારા
એન્કાઉન્ટર સ્થળે સ્થાનિક લોકોની ભીડે પોલીસ કર્મચારીઓ પર ફુલવર્ષા કરી અને સૂત્રોચ્ચાર કર્યો.

દુષ્કર્મ પીડિતાના પડોશીઓએ પોલીસને મીઠાઈ ખવડાવી, ટોળાએ પોલીસકર્મીઓએ ઊંચકીને વધાવી લીધા

  • Share this:
હૈદરાબાદ : તેલંગાના પોલીસ (Telangana)એ હૈદરાબાદ ગેંગરેપ અને હત્યા કેસ (Hyderabad Gangrape Murder Case) ના ચાર આરોપીનું એન્કાઉન્ટર (Hyderabad Encounter) થતાં સમગ્ર દેશમાં પોલીસની કાર્યવાહીના વખાણ થઈ રહ્યા છે. પોલીસ વહેલી પરોઢે ઘટનાનું રિક્રિએશન કરવા માટે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રહી હતી ત્યારે ચારેય આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસ ફાયરિંગમાં તેમના મોત થયા હતા.

આરોપીઓનું એન્કાઉન્ટર થયાની જાણ થતાં જ ઘટનાસ્થળે સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા અને પોલીસ કાર્યવાહીને બિરદાવી રહ્યા છે. કેટલાક સ્થાનિકોએ ગુલાબ વરસાવીને પોલીસ કર્મચારીઓનું અભિવાદન કર્યું હતું.

બીજી તરફ, એન્કાઉન્ટર સ્થળની પાસે જ સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરી પોલીસ કાર્યવાહીને બિરદાવી હતી. સ્થાનિકોએ 'ડીસીપી ઝિંદાબાદ, એસીપી જિંદાબાદ'ના સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા

આ ઉપરાંત, એન્કાઉન્ટર સ્થળે એકત્ર થયેલા સ્થાનિકોની ભીડે પોલીસ કર્મચારીઓને ઊંચકીને તેમના કાર્યને બિરાદાવી હતી.

આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ : આ પોલીસ ઑફિસરે એન્કાઉન્ટરને આપ્યો અંજામ

વિશેષમાં પીડિતા મહિલા વેટનરી ડૉક્ટરના પડોસીઓએ પોલીસને મીઠાઈ ખવડાવીને તેમના કાર્યના વખાણ કર્યા હતા.

આ પણ વાંચો, હૈદરાબાદ ગેંગરેપ-હત્યા : એન્કાઉન્ટર બાદ પીડિતાના પિતાએ કહ્યુ, 'દીકરીના આત્માને હવે શાંતિ મળશે'

કેટલીક જગ્યાએ જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડીને તેલંગાના પોલીસ (Telangana Police)એ આરોપીઓના કરેલા એન્કાઉન્ટર બાબતે ખુશી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મહિલા વેટનરી ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં પોલીસે 60 કલાકની અંદર જ ચારેય આરોપીઓની ધરપકડ કરી દીધી હતી. તેમની પર ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસની કાર્યવાહી શરૂ થવાની હતી. પરંતુ સમગ્ર દેશમાં આવા ઘૃણાસ્પદ ઘટનાને અંજામ આપનારા આરોપીઓને તાત્કાલીક સજા થવાની માંગ થઈ રહી હતી. જ્યારે આજે ચારેયનું એન્કાઉન્ટર થતાં સાઇબરાબાદ પોલીસ કમિશ્નર સજ્જનાર સહિત સમગ્ર પોલીસ વિભાગના લોકો વખાણ કરી રહ્યા છે.

આ પણ જુઓ, Photos: પોલીસે આ સ્થળે કર્યું હૈદરાબાદ ગેંગરેપ અને હત્યાના 4 આરોપીઓનું એન્કાઉન્ટર
First published: December 6, 2019
વધુ વાંચો
अगली ख़बर