Home /News /national-international /માતા પિતાના નામે કલંક :એકના એક દીકરાને નિર્દયતાથી મારી નાખ્યો, કારણ જાણીને ચોંકી જશો

માતા પિતાના નામે કલંક :એકના એક દીકરાને નિર્દયતાથી મારી નાખ્યો, કારણ જાણીને ચોંકી જશો

એકના એક દીકરાને નિર્દયતાથી હત્યા

એક સરકારી શાળાના શિક્ષક અને તેની પત્નીએ કથિત રીતે તેમના પુત્રની સોપારી આપીને મારી નાખ્યો. ઘટના શહેરના ખમ્મમ વિસ્તારની છે જ્યાં માતા-પિતાએ તેમના એકનાં એક પુત્રની આઠ લાખમાં સોપારી આપી હતી. પોલીસે 26 વર્ષીય સાંઈ રામની હત્યા માટે ચાર હુમલાખોરો સહિત ક્ષત્રિય રામ સિંહ અને રાનીબાઈની ધરપકડ કરી છે. હુમલાખોરો પર સાઈ રામનું ગળું દબાવવા અને ક્ષત્રિય રામ સિંહ અને રાની બાઈને સોપારી આપવાનો આરોપ છે.

વધુ જુઓ ...
પોતાના દારૂડિયા બેરોજગાર પુત્રની હેરાનગતિથી કંટાળીને એક સરકારી શાળાના શિક્ષક અને તેની પત્નીએ કથિત રીતે તેમના પુત્રની સોપારી આપીને મારી નાખ્યો. ઘટના શહેરના ખમ્મમ વિસ્તારની છે જ્યાં માતા-પિતાએ તેમના એકનાં એક પુત્રની આઠ લાખમાં સોપારી આપી હતી. પોલીસે 26 વર્ષીય સાંઈ રામની હત્યા માટે ચાર હુમલાખોરો સહિત ક્ષત્રિય રામ સિંહ અને રાનીબાઈની ધરપકડ કરી છે. હુમલાખોરો પર સાઈ રામનું ગળું દબાવવા અને ક્ષત્રિય રામ સિંહ અને રાની બાઈને સોપારી આપવાનો આરોપ છે.

ગુમ થયો હોવાની ફરિયાદ નોંધાવી નહોતી


18 ઓક્ટોબરના રોજ, પોલીસને સૂર્યાપેટના મુસી ખાતે એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો જેની ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ જોતાં પોલીસને ગુનામાં વપરાયેલી પરિવારની કાર મળી આવી હતી. તેમજ જ્યારે દંપતી મૃતદેહની ઓળખ કરવા માટે શબગૃહમાં ગયું ત્યારે તેઓએ તે જ ગાડીનો ઉપયોગ કર્યો હતો જેના કારણે તેઓ પકડાય ગયા. પોલીસના જણાવ્યા અનુસાર, દંપતીએ ક્યારેય તેમના પુત્ર વિશે ગુમ થયાની ફરિયાદ નોંધાવી ન હતી.

આ પણ વાંચોઃ 400 લોકોનું બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યું, ગરીબો બન્યા ટાર્ગેટ, જાણો કેવી રીતે થયું ફંડિંગ?

ગુરુકુળના આચાર્ય


રામ સિંહ સરકારી ગુરુકુળના આચાર્ય છે અને દંપતીની દીકરી અમેરિકામાં રહે છે. પોલીસે જણાવ્યું કે પૂછપરછ દરમિયાન દંપતીએ જણાવ્યું કે દારૂના પૈસા ન આપવા પર તેમનો દીકરો માર મારતો હતો અને દુર્વ્યવહાર કરતો હતો. હુઝુરાબાદ સર્કલ ઇન્સ્પેક્ટર રામ લિંગા રેડ્ડીના જણાવ્યા અનુસાર, દંપતીએ તેમના પુત્રને મારવા માટે રાણી બાઈના ભાઈ સત્યનારાયણની મદદ માંગી હતી. 18 ઓક્ટોબરના રોજ, સત્યનારાયણ અને અન્ય એક હત્યારાએ સાંઈ રામને કારમાં એક મંદિર લઈ ગયા, જ્યાં તેમને સાંઈ રામને ખૂબ દારૂ પીવડાવ્યો અને પછી દોરડા વડે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી.
First published:

Tags: Crime news, Murder case, Telangana