હૃદયદ્રાવક ઘટનાઃ કોરોનાથી થયું માતાનું મોત, મહિનામાં જ માતાની વિરહમાં પુત્રીએ કરી આત્મહત્યા

આત્મહત્યા કરનાર યુવતીની તસવીર

Telangana news: તેલંગણામાં એક પુત્રીએ કોરોનામાં પોતાની માતા ગુમાવી હતી. જોકે, માતાના મોતનો ભારે આઘાત સહન ન કરી શકનારી પુત્રીએ પણ માતાના મોતના એક મહિનામાં જ જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.

 • Share this:
  તેલંગાણાઃ કોરોના વાયરસની બીજી લહેરમાં (corona second wave) અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે તેલંગણામાં (telangana) એક પુત્રીએ કોરોનામાં પોતાની માતા (mother die due to coronavirus) ગુમાવી હતી. જોકે, માતાના મોતનો ભારે આઘાત સહન ન કરી શકનારી પુત્રીએ પણ માતાના મોતના એક મહિનામાં જ જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. યુવતી ઇન્ટરનો અભ્યાસ કરતી હતી. જોકે, કોરોના વાયરસની મહામારીના (corona pandemic) આ સમયમાં તે પોતાના ઘરે જ રહેતી હતી.

  મળતી માહિતી પ્રમાણે તેલંગાણાના જયશંકર ભૂપલ્પલ્લી જિલ્લામાં રહેતા વીરસ્વામી પોતાની પત્ની વરલક્ષ્મી, પુત્રી ભવાની અને પુત્ર ચિતલા સાથે રહે છે. જોકે, વીર સ્વામીની પત્ની વરલક્ષ્મીનું એક મહિના પહેલા કોરોના વાયરસના કારણે દુઃખદ અવસાન થયું હતું.

  જોકે, ભવાની પોતાની માતાના મૃત્યુ બાદ આઘાતમાં સરી પડી હતી. અને પોતાની માતાના મોતથી સતત દુઃખી રહેતી હતી. જોકે, માતા વિરહમાં ભવાનીએ શનિવારે ઘરની પાછળ જઈને જંતુનાશક દવા પી લીધી હતી.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

  આ પણ વાંચોઃ-6500 ફૂટ ઉપર પહાડો ઉપર કપલ મ્હાણી રહ્યું હતું શરીરસુખ, કેમેરાએ કપલની તસવીરો કરી વાયરલ

  પરિવારના સભ્યોને જાણ થતાં જ તેને તરત જ ચિત્તલ સરકારી હોસ્પિલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટોર તેને મૃત જાહેર કરી હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી.

  આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

  આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

  પોલીસના જણાવ્યા પ્રમાણે આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. મૃતકના પિતાની ફરિયાદના મુજબ તેની તપાસ કરવામાં આવી રહી છે. ભવાનીના પરિવાર સાથે ઘટેલી આ ઘટનાથી આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

  ઉલ્લેખનીય છે કે શુક્રવારે સુરેન્દ્રનગરમાં 48 વર્ષીય ટ્યુશન ક્લાસિસના સંચાલક અને ક્લાસિસમાં અભ્યાસ કરવા માટે આવતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ સજોડે આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે બંને એકબીજાના ગળાડુબ પ્રેમમાં હતા. ટ્યુશન સંચાલકને પ્રેમિકાની ઉંમરો પુત્ર હતો જેથી તેમના લગ્ન થઈ શકે તેમ ન હોવાથી બંનેએ આત્મહત્યા કરી લીધી હતી.
  Published by:ankit patel
  First published: