Home /News /national-international /હચમચાવી નાખતી ઘટના: ભર નિંદરમાં હતો પરિવાર અને ઘરમાં આગ ફાટી નીકળી, પરિવારના 6 લોકો ભડથું થયાં
હચમચાવી નાખતી ઘટના: ભર નિંદરમાં હતો પરિવાર અને ઘરમાં આગ ફાટી નીકળી, પરિવારના 6 લોકો ભડથું થયાં
6 લોકોની જિંદગી હોમાઈ
સમાચાર એજન્સી ANIએ આ ઘટનાની તસવીર જાહેર કરી છે, જેમાં આગનું ભયાનક દ્રશ્ય જોઈ શકાય છે. મૃત્યુ પામેલા તમામ લોકો એક જ પરિવારના હતા અને તેમાં બે બાળકો પણ સામેલ છે. તમામ ઘટનાસ્થળે જ બળીને ખાખ થઈ ગયા હતા. આ આગ એટલી ભીષણ હતી કે ઘર કાટમાળમાં ફેરવાઈ ગયું છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
હૈદરાબાદ: તેલંગાણાના મંચેરિયલ જિલ્લામાં શુક્રવારે રાત્રે એક દર્દનાક અકસ્માત થયો અને એક જ પરિવારના 6 સભ્યો જીવતા દાઝી ગયા. હકીકતમાં, મંચેરિયલ જિલ્લામાં એક પરિવાર રાત્રે પોતાના ઘરમાં સૂતો હતો ત્યારે અચાનક ઘરમાં આગ લાગી હતી. ગાઢ નિંદ્રાના કારણે પરિવારજનોને કંઈ ખબર પડી ન હતી અને આંખ ખુલી તો ચીસો અને બુમોનો અવાજ આવી રહ્યો હતો.
સમાચાર એજન્સી ANIએ આ ઘટનાની તસવીર જાહેર કરી છે, જેમાં આગનું ભયાનક દ્રશ્ય જોઈ શકાય છે. મૃત્યુ પામેલા તમામ લોકો એક જ પરિવારના હતા અને તેમાં બે બાળકો પણ સામેલ છે. તમામ ઘટનાસ્થળે જ બળીને ખાખ થઈ ગયા હતા. આ આગ એટલી ભીષણ હતી કે ઘર કાટમાળમાં ફેરવાઈ ગયું છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
Telangana | Six people, including two children, were charred to death after a fire broke out in their house in Mancherial district last night pic.twitter.com/RZC7zGtg53
રાત હોવાથી આસપાસના લોકો આગ ઓલવવા દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ઉતાવળમાં આજુબાજુના લોકોએ ફાયર સર્વિસને જાણ કરી હતી અને પછી કોઈક રીતે આગ પર કાબુ મેળવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર