Home /News /national-international /મોબાઈલ બની આફત: 72 કલાક સુધી પહાડોની કોતરોમાં ફસાયેલો રહ્યો, મહામહેનતે બચ્યો જીવ

મોબાઈલ બની આફત: 72 કલાક સુધી પહાડોની કોતરોમાં ફસાયેલો રહ્યો, મહામહેનતે બચ્યો જીવ

Man Trapped In A Cave For 2 Days In Telangana

કામારેડ્ડી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રીનિવાસ રેડ્ડીએ આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, ઘટનાના બીજા દિવસે 14 ડિસેમ્બરે અમને ઘટના વિશે જાણવા મળ્યું. પહાડોની કોતરો તોડીને જેસીબી લઈ જવામાં આવ્યું.

હૈદરાબાદ: કહેવાય છે ને કે મોબાઈલ ફોન જિંદગીને જેટલી આસાન બનાવે છે, એટલી જ ખતરનાક પણ બનાવે છે, તેલંગણાના કામારેડ્ડી જિલ્લામાંથી આવી જ એક ઘટના આવી છે, જ્યાં મોબાઈલ ફોનના કારણે એક યુવકનો જીવ જતાં જતાં રહી ગયો, 36 વર્ષિય સી રાજૂ મોબાઈલ ફોનના ચક્કરમાં 3 દિવસ સુધી પહાડની કોતરો વચ્ચે ફસાયેલો રહ્યો. હકીકતમાં જોઈએ તો, રેડ્ડીપેટ નિવાસી રાજૂ મંગળવારે ધનપુર જંગલમાં પોતાના મિત્રો સાથે પહાડી કોતરોમાં ફરવા માટે ગયા હતા. આ દરમિયાન તેનો મોબાઈલ પોન પહાડોની કોતરો વચ્ચે પડી ગયો. તે મોબાઈલ ફોન લેવા માટે કોતરમાં ઘુસ્યો અને ફસાઈ ગયો.

આ પણ વાંચો:  બાળક ગેમ રમી રહ્યો હતો અને અચાનક મોબાઈલ થયું એવું કે, બાળકને હોસ્પિટલ લઈ જવો પડ્યો

એએનઆઈના જણાવ્યા અનુસાર, રાજૂનું શરીર પહાડોની કોતરો વચ્ચે ફસાઈ ગયું હતું. તે પોતાનું શરીર હલાવી પણ શકતો નહોતો. ત્યાર બાદ તેનો મિત્રો અને પરિવારને બોલાવ્યા. પણ રાજૂને બહાર કાઢી શક્યા નહીં. ત્યાર બાદ પોલીસને સૂચના આપવામાં આવી. જ્યારે પોલીસે અન્ય વિભાગોની મદદથી બુધવારે સાંજે બચાવ અભિયાન શરુ કર્યું, આ દરમિયાન રાજૂને જ્યૂસ વગેરે લિક્વિડ ડાઈટ આપતા રહ્યા હતા.



કામારેડ્ડી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રીનિવાસ રેડ્ડીએ આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે, ઘટનાના બીજા દિવસે 14 ડિસેમ્બરે અમને ઘટના વિશે જાણવા મળ્યું. પહાડોની કોતરો તોડીને જેસીબી લઈ જવામાં આવ્યું. રેસ્ક્યૂ અભિયાનમાં પ્રથમ પ્રાથમિકતા રાજૂને કોઈ પણ પ્રકારની ઈજાથી બચાવાનો હતો. જેસીબીથી પહાડ તોડવા જતાં રાજૂને ઈજા પણ થઈ શકતી હતી. ત્યાર બાદ એક્સપર્ટની મદદ માગવામાં આવી.

તેમણે આગળ જણાવ્યું છે કે, એક્સપર્ટે પહાડોની કોતરો તોડીને કંટ્રોલ ડાયનામાઈટ બ્લાસ્ટની મદદ લેવાની સલાહ આપી. ત્યાર બાદ તૈયારી કરવામાં આવી, તેના માટે ગુરુવારે પહેલા 10 કોતરોને કંટ્રોલ બ્લાસ્ટથી ધીમે ધીમે તોડ્યા અને હટાવ્યા હતા. રાજૂની ઉપરથી બે કોતરો હટાવામાં આવી હતી. આખરે કોઈ પણ પ્રકારની ઈજા વગર રાજૂને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. રાજૂને રેસ્ક્યૂ કર્યા બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો, જ્યાં બે દિવસ સુધી તે સ્વાસ્થ્ય દેખરેખ હેઠળ રહેશે.
First published:

Tags: Telangana

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો