પેટ્રોલ-ડીઝલના ભાવથી હેરાન વ્યક્તિએ પીએમ મોદીને મોકલ્યો 9 પૈસાનો ચેક

News18 Gujarati
Updated: June 5, 2018, 7:41 PM IST
પેટ્રોલ-ડીઝલના ભાવથી હેરાન વ્યક્તિએ પીએમ મોદીને મોકલ્યો 9 પૈસાનો ચેક
પેટ્રોલ-ડીઝલના ભાવથી હેરાન થઇને તેલંગાણાના એક વ્યક્તિએ આ ભાવ ઘટાડાનો વિરોધ નોંધાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાહત ફંડમાં 9 પૈસાનું દાન કર્યું છે.

પેટ્રોલ-ડીઝલના ભાવથી હેરાન થઇને તેલંગાણાના એક વ્યક્તિએ આ ભાવ ઘટાડાનો વિરોધ નોંધાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાહત ફંડમાં 9 પૈસાનું દાન કર્યું છે.

  • Share this:
પેટ્રોલ-ડીઝલના ભાવથી હેરાન થઇને તેલંગાણાના એક વ્યક્તિએ આ ભાવ ઘટાડાનો વિરોધ નોંધાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાહત ફંડમાં 9 પૈસાનું દાન કર્યું છે. સિરસિલા જિલ્લાના કે વી. ચંદ્રૈય્યાએ પ્રજાવાણી કાર્યક્રમ દરમિયાન કલેક્ટરને આ ચેક સોંપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ દિવસોમાં રોજે રોજ પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો થતો રહેતો હતો જ્યારે ભાવ ઘટાડવાનો વખત આવ્યો ત્યારે રૂપિયાના બદલે પૈસામાં ભાવમાં ઘટાડો કર્યો.

ચંદ્રૈય્યાના જણાવ્યા પ્રમાણે ઇંધણની કિંમતમાં 9 પૈસાનો ઘટાડો કર્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાથી મેં આ રકમ બચાવી છે જેને હું વડાપ્રધાન રિલિફ ફંડમાં દાન કરું છું. આશા છે કે, આ રકમ સારા કામમાં ઉપયોગમાં લેવામાં આવે.

મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 13 પૈસા અને 9 પૈસાનો ઘટાડો થયો છે. આ પહેલા પણ સાત દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો. કર્ણાટક ચૂંટણી દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ન્હોતો કર્યો. પરંતુ ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના શરૂ થયા હતા. આ પ્રકારે ગત વર્ષે આંધ્ર પ્રદેશમાં રાયલસીમા વિસ્તારમાં એક ખેડૂતે હેરાન થઇને વડાપ્રધાન મોદીને જન્મદિવસ ઉપર 68 પૈસાનો ચેક મોકલ્યો હતો.
First published: June 5, 2018, 7:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading