હૃદય દ્રાવક તસવીરઃ માં આપતી હતી પરીક્ષા, બહાર બાળકને રમાડતો રહ્યો પોલીસ કર્મચારી

નાના બાળક સાથે રમતો પોલીસ કર્મચારી

ઉત્તર પ્રદેશના લખનઉમાં પોલીસની ગોળીથી એપલન એન્જીનિયર વિવેક તિવારીના મોત પછી ખાખીને લઇને દહેશતનો માહોલ છે.

 • Share this:
  ઉત્તર પ્રદેશના લખનઉમાં પોલીસની ગોળીથી એપલન એન્જીનિયર વિવેક તિવારીના મોત પછી ખાખીને લઇને દહેશતનો માહોલ છે. આવી સ્થિતિ વચ્ચે તેલંગણા પોલીસની મહબૂબનગરથી આવેલી એક તસવીર સોશિયલ મીડિયા ઉપર લોકોના દિલ જીતી રહી છે. આ તસવીરમાં એક પોલીસ કર્મચારીએ એક બાળકને રમાડતો નજરે ચડે છે. આ તસવીરમાં તેલંગણાની આઈપીએસ અધિકારી રેમા રાજેશ્વરીની ટ્વીટ છે.

  સામાન્ય લાગતી આ તસવીરની કહાણી દિલને સ્પર્શી જાય એવી છે. તેલંગણાના મૂસાપેટ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મુઝીબ-ઉર-રહેમાને રવિવારે મહેબૂબનગરના એક પરીક્ષા કેન્દ્રમાં ડ્યુટી હતી. અહીં એક મહિલા પોતાના નાના બાળખ સાથે પરીક્ષા આપવા માટે ાવી હતી. મહિલા અંદર પેપર લખી રહી હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ બહાર બાળકને રમાડી રહ્યો હતો.  ત્યાર બાદ રહમાને બાળકીને સંભાળ્યું અને ઘણા સમય સુધી બાળકી સાથે રમતો રહ્યો અને તેને હસાવવાનો પ્રયત્ન કરતો રહ્યો. આ તસવીરને અધિકારીએ #HumanFaceOfCops (પોલીસનો માનવતાનો ચહેરો), #Empathy (સંવેદના) હેસટેગ સાથે ટ્વીટ કરી છે.

  સમચાર લખાય છે ત્યાં સુધી આઈપીએસ અધિકારી રેમા રાજેશ્વરીની આ ટ્વીટને આશરે 11 હજાર લોકો લાઇ કરી ચૂક્યા છે અને 2600થી વધારે રી-ટ્વીટ કરવામાં આવી છે.
  Published by:ankit patel
  First published: