હૈદરાબાદ એન્કાઉન્ટર ઉપર HCએ સવાલ ઉઠાવ્યો, પોલીસ સામે નામજોગ FIR કરવા આદેશ

News18 Gujarati
Updated: December 9, 2019, 9:35 PM IST
હૈદરાબાદ એન્કાઉન્ટર ઉપર HCએ સવાલ ઉઠાવ્યો, પોલીસ સામે નામજોગ FIR કરવા આદેશ
ઘટના સ્થળની તસવીર

તેલંગણા હાઈકોર્ટમાં શાદનગર એન્કાઉન્ટ મામલે આગામી સુનાવણી 12 ડિસેમ્બર સુધી સ્થગિત રાખવામાં આવી છે. કોર્ટના વલણને જોતા લાગે છે કે સાઈબરાબાદ પોલીસના એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધવી પડી શકે છે.

  • Share this:
વેટેનરી ડૉક્ટર (Veterinary Doctor) સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં આરોપીઓના એ્કાઉન્ટર મામલે સાઈબરાબાદ પોલીસ ઉપર કાયદાનો ફંદો કસવાનો શરુ થયો છે. પોલીસ એન્કાઉન્ટર (Hyderabad encounter)સામે દાખલ થયેલી પીઆઈએલ ઉપર થયેલી સુનાવણી દરમિયાન તેલંગાણા હાઈકોર્ટના (Telangana High Court) મુખ્ય નાયાધીશે એડવોકેટ જનરલને પૂછ્યું કે એન્કાઉન્ટરમાં સામેલ પોલીસવાળાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે નહીં.

કોર્ટે પીપુ્સ યુનિયન ઓફ સિવિલ લિબર્ટી (PUCL) વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય મામલામાં સુપ્રીમ કોર્ટનો (Supreme Court) હવાલો આપતા કહ્યું હતું કે, એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ કર્મીઓ સામે એફઆઈઆર નોંધાવી જોઈએ. જવાબમાં એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, એફઆઈઆર નોંધવામાં આવી છે. પરંતુ પોલીસ કર્મીઓના એફઆઈઆરમાં નામ લખ્યા નથી.

આ પણ વાંચોઃ-નિર્ભયાકાંડના દોષીઓને ગમે ત્યારે મળી શકે છે ફાંસી, બક્સર જેલમાં ફંદો બનવાનું શરૂ

આ ઉપર વાંધો ઉઠાવતા મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે માત્ર ઓપચારિક્તા માટે એફઆઈઆર નોંધાવી ન જોઈએ. કોર્ટે કહ્યું કે, પીપલ્સ યુનિયન ઓફ સિવિલ લિબર્ટી વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્યના મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન થવું જોઈએ.

આ પણ વાંચોઃ-Good News:આવી રહી છે નોકરીઓની મૌસમ, આ સાત સેક્ટરમાં થશે બંપર ભરતી

તાજેતરમાં રિયાયર થયેલી ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સહિત સુપ્રમી કોર્ટના ત્રણ જજોની બેચે આ વર્ષે જુલાઈમાં પોતાના ચૂકાદામાં કહ્યું હતું કે, પોલીસ એન્કાઉન્ટરમાં જો કોઈ માણસનો જીવ જાય છે તો એન્કાઉન્ટરમાં સામેલ દરેક પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધાવવી પડશે. પોલીસ કર્મચારીઓને કેસનો સામનો કરવો પડશે.આ પણ વાંચોઃ-ખુશખબર: સતત ત્રીજા દિવસે સસ્તું થયું સોનું, ફટાફટ જાણીલો આજના ભાવ

સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટની 5 જજનો બેચના એક 10 વર્ષ જૂના ચૂકાદાને યોગ્ય ગણાવતા આ આદેશ કર્યો હતો. 2006માં 8 નક્સલવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારવામા આવ્યા હતા. આ મામલે આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, આત્મરક્ષાનો હવાલો આપીને પોલીસ પોતાને કાયદાથી બચાવી ન શકે.

માત્ર મેજિસ્ટ્રેટ તપાસને આખો મુકદમો માનવામાં ન આવી શકે. એન્કાઉન્ટમાં સામેલ તમામ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ. અને તેમને મુકદમાનો સામનો કરવો પડશે. સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ હાઇકોર્ટનો આ ચૂકાદાને યોગ્ય ગણાવ્યો અને કહ્યું કે પીયુસીએલ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય મામલામાં સુપ્રીમ કોર્ટેના દિશા નિર્દેશ ઉપર લાગુ પડશે.

તેલંગણા હાઈકોર્ટમાં શાદનગર એન્કાઉન્ટ મામલે આગામી સુનાવણી 12 ડિસેમ્બર સુધી સ્થગિત રાખવામાં આવી છે. કોર્ટના વલણને જોતા લાગે છે કે સાઈબરાબાદ પોલીસના એન્કાઉન્ટરમાં સામેલ પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધવી પડી શકે છે.
First published: December 9, 2019, 9:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading