હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આરોપીઓએ ગેંગરેપ પહેલા મહિલા ડૉક્ટરને દારૂ પીવડાવ્યો હતો

હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આરોપીઓએ ગેંગરેપ પહેલા મહિલા ડૉક્ટરને દારૂ પીવડાવ્યો હતો
ન્યૂઝ18 ક્રિએટિવ

મહિલા ડોક્ટર મદદ માટે બૂમો પાડી રહી હોવાથી આરોપીઓએ તેના મોઢામાં દારૂ રેડી દીધો હતો, ગેંગરેપથી મહિલા બેભાન થઈ ગઈ હતી.

 • Share this:
  નવી દિલ્હી : હૈદરાબાદની સરકારી હોસ્પિટલમાં વેટનરી મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યા કેસ (Hyderabad Gangrape And Murder)માં દરરોજ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. News18ના હાથમાં આવેલી પોલીસ કોપીમાં લખવામાં આવ્યું છે કે ગેંગરેપ અને મર્ડર પહેલા આરોપીઓએ મહિલાને બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો. જે બાદમાં પીડિતાને ઘટનાસ્થળેથી 27 કિલોમીટર દૂર લઈ જઈને પેટ્રોલ-ડીઝલ છાંટીને સળગાવી દીધી હતી.

  પોલીસના રિમાન્ડ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રક ચાલક અને ક્લિનરનું કામ કરતા ચારેય આરોપી મોહમ્મદ આરિફ, નવીન, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવાએ મહિલાના ટુ-વ્હિલરમાં જાણી જોઈને પંક્ચર કર્યું હતું. મહિલા ડૉક્ટર ટોલ પ્લાઝા ખાતે પોતાનું વાહન પાર્ક કરીને ટેક્સી ભાડે કરીને બહાર ગઈ હતી.  આ પણ વાંચો : હૈદરાબાદ ગેંગરેપ : બે આરોપી ઘટનાસ્થળે કેમ પાછા આવ્યા હતા?

  રિપોર્ટ પ્રમાણે ત્રણ કલાક પછી મહિલા ડૉક્ટર પરત આવી ત્યારે તેણે જોયું કે તેના સ્કૂટીમાં પંક્ચર થઈ ગયું છે. આ દરમિયાન ચારેય આરોપીઓએ મહિલા ડૉક્ટરની મદદ કરવાની વાત કરી હતી. આ દરમિયાન આરોપીઓએ જોયું હતું કે મહિલા ડૉક્ટર કોઈ સાથે ફોનમાં વાત કરી રહી છે. જે બાદ ચારમાંથી ત્રણ આરીપોએ મહિલા ડૉક્ટરને ઝાડીઓમાં લઈ ગયા હતા. અહીં મહિલા ડૉક્ટરનો મોબાઇલ બંધ કરી દીધો હતો.

  આ પણ વાંચો :  હૈદરાબાદ ગેંગરેપ હત્યા : શમશાબાદ થાણાના ASI સહિત 3 પોલીસકર્મી સસ્પેન્ડ

  ચારેય આરોપીઓના નિવેદન પર તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગેંગરેપ દરમિયાન મહિલા મદદ માટેની સતત બૂમો પાડી રહી હતી. આથી મહિલાના અવાજને બંધ કરવા માટે આરોપીઓએ તેને બળજબરીથી દારૂ પીવડાવ્યો હતો. ચારેય આરોપીઓનાં બળાત્કારથી મહિલા બેભાન બની ગઈ હતી. તેને બ્લિડિંગ શરૂ થઈ ગયું હતું. આરોપીઓને જ્યારે માલુમ પડ્યું કે મહિલા પાછી ભાનમાં આવી રહી છે ત્યારે ચારેયએ તેને ગૂંગળાવીને મારી નાખી હતી. જે બાદમાં એક ધાબળામાં તેના મૃતદેહને લપેટીને ટ્રેકમાં નાખ્યો હતો.

  આ પણ વાંચો : વડોદરા, હૈદરાબાદ બાદ હવે કોઇમ્બતૂરમાં ગેંગ રેપ, 6 લોકોએ સગીરાને પીંખી અને વીડિયો ઉતાર્યો

  ચારેય આરોપીઓ મહિલાના મૃતદેહને ત્યાંથી 27 કિલોમીટર દૂર લઈ ગયા હતા. ચટનપલ્લી ખાતે એક બ્રિજ નીચે આરોપીઓએ મહિલાના મૃતદેહ પર પેટ્રોલ અને ડીઝલ છાંટીને તેને આગના હવાલે કરી દીધો હતો. ચારમાંથી એક આરોપીએ શબ પર પેટ્રોલ છાંટ્યું હતું, જ્યારે બીજા વ્યક્તિએ શબ પર ડીઝલ છાંટ્યું હતું. ચારેયએ ડૉક્ટરના મોબાઇલ ફોનનું સીમકાર્ડ પણ સળગાવી દીધું હતું. આરોપીઓએ રાત્રે 2.30 વાગ્યાની આસપાસ મહિલા ડૉક્ટરના શબને આગના હવાલે કરી દીધું હતું.

  આ પણ વાંચો : હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : પરિવારે કહ્યુ- પોલીસ એક થાણાથી બીજા થાણે મોકલતી રહી

  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક વ્યક્તિએ પોલીસને આ અંગે સંપર્ક કરીને જણાવ્યું હતુ કે ઘટનાના એક દિવસ પહેલા બે વ્યક્તિ તેની પાસે પેટ્રોલ ખરીદવા આવ્યા હતા. બંને સંદિગ્ધ લાગી રહ્યા હોવાથી તેણે તેમને પેટ્રોલ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જે બાદમાં આરોપીઓએ બીજી જગ્યાએથી પેટ્રોલ ખરીદ્યું હતું.

  આ પણ વાંચો : હૈદરાબાદ ગેંગરેપ : પિતાનો આરોપ- પોલીસે કહ્યુ કે તારી દીકરી કોઈની સાથે ભાગી ગઈ હશે

  રિમાન્ડ રિપોર્ટમાં એવો પણ ખુલાસો થયો છે કે આરોપી કે જે ટ્રક ડ્રાઇવર છે તેની પાસે છેલ્લા બે વર્ષથી ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નથી. તંત્રએ એક દિવસ પહેલા જ માન્ય કાગળો ન હોવાથી તેના ટ્રકને રોકી હતી. જોકે, પોલીસે તેની ટ્રકને જપ્ત કરી ન હતી.

  આ પણ વાંચો : હૈદરાબાદ ગેંગરેપ: ચાર દિવસ બાદ KCRએ કહ્યું ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે

  હૈદરાબાદના આ બનાવે આખા દેશમાં ચર્ચા જગાવી છે. લોકો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો પ્રગટ કરી રહ્યા છે. આ ઉપરાંત તેલંગાણા પોલીસની પણ ટીકા થઈ રહી છે. પીડિતાના પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે રાત્રે 11 વાગ્યે જ્યારે તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો ત્યારે પોલીસ તેને એક થાણાથી બીજા થાણાના ધક્કા ખવડાવી રહી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:December 02, 2019, 09:05 am