ડિલીવરી સમયે મોટી ચૂક, નવજાતનું માથું ધડથી અલગ થયું! ડૉક્ટરના ઉડ્યા હોશ

News18 Gujarati
Updated: December 23, 2019, 11:47 AM IST
ડિલીવરી સમયે મોટી ચૂક, નવજાતનું માથું ધડથી અલગ થયું! ડૉક્ટરના ઉડ્યા હોશ
પ્રતીકાત્મક તસવીર

નવજાતનું માથું અલગ થતાં ધડને માતાના પેટમાં જ રાખી મહિલા ડૉક્ટર ઑપરેશન થિયેટરથી બહાર ભાગી ગઈ

  • Share this:
હૈદરાબાદ : તેલંગાનાના નાગરકૂલનૂલ જિલ્લામાં ડિલીવરી દરમિયાન એક નવજાતના મોતનો મામલો સામે આવ્યો છે. પરિવારનો આરોપ છે કે ડિલીવરી કરી રહેલી ડૉક્ટરે ખૂબ ઝડપથી નવજાતને ખેંચ્યું, જેના કારણે તેનું માથું ધડથી અલગ થઈને બહાર આવી ગયું અને ધડ ગર્ભમાં જ રહી ગયું. બાદમાં મહિલાનો જીવ બચાવવા માટે ઑપરેશન કરવું પડ્યું. પરિવારની ફરિયાદ પર પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

શું છે સમગ્ર મામલો?

'The News Minute'ના રિપોર્ટ મુજબ, મામલો નાગરકુલનૂલ જિલ્લાના નાદિમપલ્લી ગામનો છે. 23 વર્ષની સ્વાતીને પ્રસવ પીડા (Labour Pain) થતાં 18 ડિસેમ્બરે અચામ્પેટ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડૉક્ટરોએ તપાસ બાદ પરિવારને જાણકારી આપી હતી કે સ્વાતીની નૉર્મલ ડિલીવરી કરાવી શકાય છે.

રિપોર્ટ મુજબ, સ્વાતીએ પોલીસને જણાવ્યું કે, મને એક ઇન્જેક્શન આપવામાં આવ્યું, પછી લેબર રૂમમાં લઈ ગયા. ત્યાં ડ્યૂટી પર હાજર ડૉક્ટર સુધા રાનીએ ડિલીવરીનો પ્રયાસ કર્યો. પછી અચાનકથી તેઓ ત્યાંથી ભાગી ગયા. થોડા સમય બાદ તેઓએ બે અન્ય પુરુષ ડૉક્ટરોને ડિલીવરીમાં મદદ કરવા માટે અંદર બોલાવ્યા. થોડી વાર બાદ તેઓએ મારા પરિવારને જાણકારી આપી કે હાલત ગંભીર છે. પછી મને હૈદરાબાદના પેટ્લાબુર્જ મેટરનિટી હૉસ્પિટલ લઈ જવા માટે કહ્યું. તેઓએ એ ન જણાવ્યું કે બીજી હૉસ્પિટલ લઈ જવાની જરૂર કેમ ઊભી થઈ છે. ન તો તેઓએ એ જણાવ્યું કે બાળકનું માથું અલગ ગઈ ગયું છે.

નવજાતનું ધડ માતાના પેટમાં રાખી 150 કિમી દૂર મોકલ્યા

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નવજાત બાળકનું માથું ઘડથી અલગ થયા બાદ ડૉક્ટરે આ જાણકારી પરિવાર અને બીજા લોકોથી છુપાવી રાખી. જ્યારે ડિલીવરીમાં માતાના પેટમાં બાળકના ફસાયા હોવાની સ્થિતિમાં તેમને નાગરકુલનૂલથી 150 કિલોમીટર દૂર હૈદરાબાદના પેટ્લાબુર્જ મેટરનિટી હૉસ્પિટલ રિફર કરવામાં આવ્યા. આ દરમિયા સ્વાતીની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ.હૈદરાબાદ લઈ જતી વખતે સ્વાતીના પરિજનોએ એ પણ જાણ નહોતી કે બાળકનું ધડ હજુ પણ સ્વાતીના પેટમાં છે. તેમને હૈદરાબાદ પહોંચ્યા બાદ આ વિશે જણાવવા આવ્યું કે હજુ પણ ડિલીવર નથી કરાવી શકાઈ. આ દરમિયાન સ્વાતીની હાલત સતત બગડતી ગઈ.

મહિલા ડૉક્ટર સસ્પેન્ડ

આ મામલા પર નાગરકુલનૂલ જિલ્લા કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારી સુધાકર લાલે મામલાને ગંભીરતાથી લેતાં હૉસ્પિટલ પ્રશાસનને એક નોટિસ જાહેર કરી છે. સાથોસાથ હૉસ્પિટલ અધીક્ષક તારા સિંહ અને આ ઘટના માટે જવાબદાર ડૉક્ટર સુધા રાનીને સસ્પેન્ડ કરવામાં આવી છે.

આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ ધ ન્યૂઝ મિનિટને જણાવ્યું કે, એ હજુ સુધી જાણી નથી શકાયું કે નવજાત બાળક બચી શક્યું કે નહીં કારણ કે બાળકનું માથું ધડથી અલગ થઈ ગયું હતું.

આ પણ વાંચો, પાકિસ્તાનના સૌથી ખતરનાક વિસ્તારમાં કેમ તૈનાત છે મહિલા કમાન્ડો?
First published: December 23, 2019, 11:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading