પોલીસ અધિકારી પાસે 70 કરોડની ગેરકાયદેસર સંપત્તિ, ACB દરોડામાં થયો ખુલાસો

News18 Gujarati
Updated: September 24, 2020, 6:40 PM IST
પોલીસ અધિકારી પાસે 70 કરોડની ગેરકાયદેસર સંપત્તિ, ACB દરોડામાં થયો ખુલાસો
પ્રતિકાત્મક તસવીર

ગેરકાયદેસર સંપત્તિને શોધવા માટે રાજ્યના 25 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા

  • Share this:
હૈદરાબાદ : તેલંગાણા પોલીસના એક અધિકારી પાસે 70 કરોડ રૂપિયાની અવૈધ સંપત્તિ મળી આવી છે. રાજ્યના એન્ટી કરપ્શન બ્યૂરોએ (Anti-Corruption Bureau)ઘણા દરોડા પછી આ ખુલાસો કર્યો છે. નરસિમ્હા રેડ્ડી (Yelamakuri Narasimha Reddy)નામના અધિકારીએ 1991માં એક ઇન્સપેક્ટર તરીકે પોલીસ વિભાગમાં નોકરી શરૂ કરી હતી. આસિસટન્ટ કમિશ્નરના પદ પર પ્રમોશન થોડા સમય પહેલા જ થયું છે અને તે મલ્કાજગિરીમાં પોસ્ટેડ છે.

એસીબીએ નરસિમ્હા રેડ્ડીને સ્પેશ્યલ કોર્ટ સામે રજુ કર્યા છે. મેડિકલ ટેસ્ટ પછી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. એસીબીના ડાયરેક્ટર જનરલ પૂર્ણચંદ્ર રાવના ઓફિસ તરફથી જાહેર કરેલ પ્રેસ રિલીઝ પ્રમાણે નરસિમ્હા રેડ્ડીની સંપત્તિને શોધવા માટે રાજ્યના 25 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા વારંગલ, જનગાંવ, નાલગોંડા, કરીમનગર અને આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં એસીબીને નરસિમ્હા રેડ્ડીની ઘણી સંપત્તિઓનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો - Photos: કોરોના કાળમાં 2 દીકરીઓએ ઘરની છત પર બનાવી દીધું કિચન ગાર્ડન, ઉગાડે છે શાકભાજી

ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં અન્ય એક ભ્રષ્ટાચારના મામલામાં એસીબીએ આ મહિનામાં બીજી મોટી કાર્યવાહી કરી છે. ઇન્સ્યોરન્સ મેડિકલ સર્વિસિસ (આઈએમએસ)ના પૂર્વ નિર્દેશક અને અન્ય એક અધિકારી સાથે જોડાયેલ 4.47 કરોડ રૂપિયાની અધોષિત રકમ જપ્ત કરવામાં આવી છે. આઈએમએસના પૂર્વ નિર્દેશક દેવિકા રાનીની (Devika Rani)3.75 કરોડ રૂપિયાની અધોષિત રકમ અને ઇએસઆઈ ફાર્માસિસ્ટ નાગા લક્ષ્મી (Naga Lakshmi)ની 72 લાખ રૂપિયાની સંપતિ જપ્ત કરવામાં આવી છે.

બંને અધિકારીઓએ રહેણાંક વિસ્તારમાં ફ્લેટ અને પોતાના પરિવારના સભ્યોના નામે લગભગ 15,000 વર્ગફૂટની સંપત્તિ ખરીદવામાં અધોષિત રકમનું રોકાણ કર્યું છે.
Published by: Ashish Goyal
First published: September 24, 2020, 6:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading