તેલંગણાના મુનુગોડ સીટ પર પેટાચૂંટણીમાં કોંગ્રેસની હારના દાવા કરવામાં આવી રહ્યા છે. ખુદ કોંગ્રેસના જ સ્ટાર પ્રચારક કોમતીરેડ્ડી વેંકટ રેડ્ડીએ આ દાવો કર્યો છે.
હૈદરાબાદ: તેલંગણાના મુનુગોડ સીટ પર પેટાચૂંટણીમાં કોંગ્રેસની હારના દાવા કરવામાં આવી રહ્યા છે. ખુદ કોંગ્રેસના જ સ્ટાર પ્રચારક કોમતીરેડ્ડી વેંકટ રેડ્ડીએ આ દાવો કર્યો છે. તેમનું માનવું છે કે, પાર્ટી આ ચૂંટણીમાં 10 વોટથી પણ જીતી શકશે નહીં. સાથે જ તેમણે ભારતીય જનતા પાર્ટીની જીતની ભવિષ્યવાણી કરી છે. નલગોંડા જિલ્લાની આ સીટ પર 3 નવેમ્બરે મતદાન થવાનું છે.
કોંગ્રેસ તરફથી સ્ટાર પ્રચાક બનાવતા રેડ્ડી ભુવનગરી સાંસદ છે. મુનુગોડ વિધાનસભા ક્ષેત્ર આ સંસંદીય સીટ અંતર્ગત આવે છે. હાલમાં તે ચૂંટણીથી દૂર રહેતા હોય તેવું લાગી રહ્યું છે. તેથી તેઓ પરિવાર સાથે રજા માણવા માટે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ ગયા છે. હવે મેલબર્ન એરપોર્ટ પરથી તેમનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જ્યાં તેઓ કોંગ્રેસની હારની વાત કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ સીટ પરથી રેડ્ડીના ભાઈ રાજગોપાલ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ઉભા રહ્યા છે.
રેડ્ડીનો એક વીડિયો વાયરલ થયો છે તેમાં તેઓ કહી રહ્યા છે કે, હારેલી પાર્ટી માટે શું પ્રચાર કરવાનો, તેના માટે પ્રચાર કરવાનો કોઈ અર્થ નથી. હું પ્રચાર કરીશ તો પણ 10 હજાર વોટ પણ નહીં મળે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ બે મોટી સત્તાધારી પાર્ટી એટલે કે કેન્દ્રમાં ભાજપ અને રાજ્યમાં તેલંગણા રાષ્ટ્ર સમિતિ સામે લડી રહી છે. જે પેટાચૂંટણીમાં મન મુકીને ખર્ચો કર રહી છે. કોંગ્રેસ તેની સામે સામનો કરી શકશે નહીં. સાથે જ કોંગ્રેસ સાંસદે જીતનો દાવો કર્યો છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર