લદ્દાખ : ચીની સૈનિકો સાથેની અથડામણમાં શહીદ થયેલા કર્નલની માતા કહ્યું, 'એકનો એક દીકરો હતો છતાં શહીદી પર ગૌરવ'

સંતોષ બાબુના માતાએ કહ્યું કે તેમની બદલી હૈદરાબાદ થઈ ગઈ હતી પરંતુ ચીન સાથેના તણાવના પગલે પરત બોલાવી લેવામાં આવ્યા હતા.

ગલવાન ગાટીમાં ચીની ચાંચિયાગીરી સામે ભારતીય સેનાએ લડત આપી હતી જેમાં દેશના સૈૈનિકોએ શહીદી વહોરી છે. કર્નલ સંતોષ તેલંગાણાના વતની હતા.

 • Share this:
  પી.વી. રમન્ના કુમાર  હૈદરાબાદ: ભારતીય અને ચીની સેના વચ્ચે થયેલી અથડામણમાં શહીદ થયેલા ત્રણ જવાનોમાં સરહદ પર શહીદ થયેલા તેલંગાણા રાજ્યના એક કર્નલ સંતોષનો સમાવેશ થાય છે. આ બનાવને પગલે સૈન્ય અધિકારીઓએ તેમની શહીદીની  જાણ પરિવારને કરી હતી.
  સંતોષ દોઢ વર્ષથી સરહદ પર હત. તેનના પરિવારમાં પત્ની સંતોષી, પુત્રી અભિન્યા (9) અને પુત્ર અનિરુધ (4) છે. સંતોષના શહીદ થવાના સમાચારથી સંતોષના પરિવારજનો દુ:ખી થયા હતા. તેના કાકી પડી ભાંગી પડ્યા હતા અને તેમને હૉસ્પિટલ લઈ ગઈ.

  સંતોષના માતા મંજૂલાએ ભીની આંખે જણાવ્યું કે 'સંતોષ મારો એક માત્ર દીરકો હતો છતાં મને તેની શહીદી પર ગર્વ છે. સંતોષ મા ભોમની રક્ષા કાજે શહીદ થયો છે.' તેમણે એમ પણ જણાવ્યું હતું કે સૈન્ય અધિકારીઓએ ગઈકાલે તેની પત્નીને સંતોષની શહીદીની જાણકારી આપી હતી અને તેમણે આજે બપોરે અમને જાણ કરી હતી.

  આ પણ વાંચો :   પૂર્વ લદાખની ગલવાન ઘાટીમાં ઓછામાં ઓછા 20 જવાન શહીદ, ચીનના 43 સૈનિક હતાહત : સરકારી સૂત્ર

  સંતોષે કોરૂકોંડા સૈનિક સ્કૂલમાંથી શિક્ષણ પૂરું કર્યું. તેના પિતા ઉપેન્દ્ર સ્ટેટ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા હતા અને નિવૃત્ત થયા. સંતોષના એક સબંધીએ કહ્યું. સંતોષ 2004 માં ભારતીય સૈન્યમાં જોડાયો હતો અને જમ્મુમાં કામ કરતો હતો."તેણે એક ઓપરેશનમાં ભાગ લીધો હતો અને પાકિસ્તાનના ત્રણ ઘૂસપેઠોને મારી નાખ્યા હતા."

  તેમણે એમ પણ કહ્યું હતું કે સંતોષની હૈદરાબાદમાં બદલી કરવામાં આવી હતી પરંતુ ભારત ચીન સરહદ અને કોરોનામાં તણાવના કારણે પાછા બોલાવી લેવામાં આવ્યા હતા.
  Published by:Jay Mishra
  First published: