Home /News /national-international /દિલ્હીની ગાદી પર બેસવાના સપનાં: તેલંગણાની આ પાર્ટીએ રાષ્ટ્રીય રાજનીતિમાં ઝંપલાવ્યું, નારો આપ્યો અબકી બાર...

દિલ્હીની ગાદી પર બેસવાના સપનાં: તેલંગણાની આ પાર્ટીએ રાષ્ટ્રીય રાજનીતિમાં ઝંપલાવ્યું, નારો આપ્યો અબકી બાર...

bharat rashtra samithi

તેલંગણાને અલગ રાજ્યનો દરજ્જો અપાવાના ઉદ્દેશ્યથી 21 વર્ષ પહેલા બનાવેલી ટીઆરએસ હવે બીઆરએસ બની ગઈ છે. તેની ઐતિહાસિક જરુરિયાત ગણાવતા મુખ્યમંત્રી કેસીઆરે કહ્યું કે, તે રાષ્ટ્રીય રાજનીતિમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે તમામ પ્રયાસો કરશે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે તેલંગણા રાષ્ટ્ર સમિતિનું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ કરી દીધું છે. "અબ કી બાર, કિસાન કી સરકાર"નો નારો આપતા કેસીઆરે કહ્યું કે, રાષ્ટ્રીય રાજનીતિમાં પાર્ટીનો મુખ્ય એજન્ડા દલિત અને મજૂર વર્ગ ઉપરાંત ખેડૂતોનું ઉત્થાન થશે. થોડા સમય પહેલા કેસીઆર બીઆરએસનું એલાન કરી ચુક્યા હતા, શુક્રવારે ટીઆરએસ ઓફિશિયલી બીઆરએસ બની ગઈ છે. કેસીઆરે તેની સાથે કર્ણાટકમાં જદએસ સાથે ગઠબંધનની પણ જાહેર કરી અને સાથે જ કર્ણાટકમાં ચૂંટણી લડવાની પણ વાત કહી છે.

આ પણ વાંચો: રાજીનામાના રાજકારણ પણ બોલ્યા જયરામ રમેશ, કહ્યું- ઘણી વખત લોકો વિચારે છે કે રાજીનામું મંજૂર નહિ થાય પરંતુ…

તેલંગણાને અલગ રાજ્યનો દરજ્જો અપાવાના ઉદ્દેશ્યથી 21 વર્ષ પહેલા બનાવેલી ટીઆરએસ હવે બીઆરએસ બની ગઈ છે. તેની ઐતિહાસિક જરુરિયાત ગણાવતા મુખ્યમંત્રી કેસીઆરે કહ્યું કે, તે રાષ્ટ્રીય રાજનીતિમાં ગુણાત્મક પરિવર્તન લાવવા માટે તમામ પ્રયાસો કરશે. તેમણે અબકી બાર, કિસાન સરકારનો નારો આપ્યો છે અને કહ્યું કે, રાષ્ટ્રીય રાજનીતિમાં બીઆરએસનો મુખ્ય એજન્ડા આ જ રહેશે. બીઆરએસ પાર્ટી દલિત અને મજૂર વર્ગના કલ્યાણ ઉપરાંત દેશના ખેડૂત સમુદાયના ઉત્થાન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.

જેડીએસ સાથે કર્ણાટકમાં ચૂંટણી લડવાનું ફીક્સ


બીઆરએસ અધ્યક્ષ કેસીઆરે ઘોષણા કરતા નવી પાર્ટીએ જનતા દળ સેક્યુલર સાથે ગઠબંધનમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણી લડશે. તેમણે કહ્યું કે, અમે જદએસને પુરુ સમર્થન આપીશું અને તેમના નેતા એચડી કુમાર સ્વામીને મુખ્યમંત્રી બનાવાનો પ્રયાસ કરશે. અમે કર્ણાટકમાં ચૂંટણી દરમિયાન તેલંગણામાં લાગૂ કરવામાં આવેલી અલગ અલગ યોજના વિશે જણાવીશું અને લોકોનો વિશ્વાસ જીતીશું.

કેસીઆરે કહ્યું કે, બીઆરએસનું રાષ્ટ્રીય મુખ્ય કાર્યાલય ઉદ્ધાટન 14 ડિસેમ્બરે દિલ્હીમાં ખોલશે અને ત્યાં પાર્ટી પોતાની રાષ્ટ્રીય રાજનીતિક કાર્ય યોજના શરુ કરશે. તેમણે કહ્યું કે, આગામી થોડા મહિનામાં અમે પોતાની પાર્ટીની રાષ્ટ્રીય ગતિવિધિઓ તેજ કરીશું.
First published:

Tags: Kcr, Telangana

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો