તેલંગાણા વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય

નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી 'કેર ટેકર' સરકાર તરીકે ચાલુ રહેવા જણાવવામાં આવ્યું છે

નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી 'કેર ટેકર' સરકાર તરીકે ચાલુ રહેવા જણાવવામાં આવ્યું છે

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી

  તેલંગાણા કેબિનેટે તેલંગાણા વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય લીધો છે. તેલંગણાનાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ અને તેમની કેબિનેટના મંત્રીઓએ આજે એટલકે કે તારીખ 6 સપ્ટેમ્બર, 2018ના રોજ એક ઠરાવ પારીત કરીને તાલંગાણાની પ્રથમ વિધાનસભાને ભંગ કરવાનો નિર્ણય કર્યો હતો.  આ ઠરાવના નિર્ણયને તેલંગાણાના રાજ્યપાલે મંજુર રાખ્યો હતો અને જ્યાં સુધી નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી 'કેર ટેકર' સરકાર તરીકે ચાલુ રહેવા જણાવવામાં આવ્યું છે, તેમ રાજ્યના રાજ્યપાલના મુખ્ય સચિવ હરપ્રીત સિંહની એક અખબારી યાદી જણાવે છે.

  કેસીઆર માટે લકી છે 6 નંબર

  તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે આજે 6 સપ્ટેમ્બરના સવારે 6.45 મિનિટ વાગે કેબિનેટ બેઠક બોલાવી હતી. માનવામાં આવી રહ્યું છે કે, કેસીઆર 6 નંબરને શુભ માને છે. છ સપ્ટેમ્બર સવારે 9. 31 વાગ્યા સુધી એકાદશી હતી.

  એપ્રિલ-મેમાં ચૂંટણી થાય તો કોંગ્રેસને ફાયદો મળી શકે છે

  માનવામાં આવી રહ્યું છે કે, આગામી એપ્રિલ-મે સુધીમાં લોકસભા ચૂંટણી સાથે આ ચૂંટણી થાય તો એનાથી કોગ્રેસને ફાયદો મળશે. ખાસકરીને આંધ્રપ્રદેશમાં મોદી વિરોધી ભાવનાઓથી કોંગ્રેસને તેલંગણામાં મજબૂતી મળવાના શક્યતાઓ છે. કેસીઆર છેલ્લા બે મહિનાઓમાં ત્રણ વખત પીએમ મોદી સાથે મુલાકાત કરી ચુક્યા છે. સંકેત એવા છે કે તે એનડીએમાં સામેલ થઇ શકે છે. સીએમ રાવ આગામી 50 દિવસોમાં 100 વિધાનસભા ક્ષેત્રોમાં 100 જનસભાઓ સંબોધિત કરશે. આ મેરેથોન અભિયાનની શરૂઆત 7 સપ્ટેમ્બરથી કરીમનગર જિલ્લાના હુસ્નાબાદ વિધાનસભા સીટથી કરશે.
  Published by:sanjay kachot
  First published: