તેલંગાનામાં KCRને ભાજપની ઓફર- ઓવૈસીને છોડો, અમે સાથ આપવા તૈયાર

કે. ચંદ્રશેખર રાવ (ફાઇલ ફોટો)

એક્ઝિટ પોલ્સના અનુમાનો મુજબ, તેલંગાનામાં ચંદ્રશેખર રાવની પાર્ટી ટીઆરએસને 119 સીટોમાંથી 67 સીટો મળી રહી છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: તેલંગાનામાં વિધાનસભાની 119 સીટો માટે 7 ડિસેમ્બરે મતદાન થયા બાદ હવે 11 ડિસેમ્બરે આવનારા પરિણામની રાહ જોવાઈ રહી છે. મતદાન બાદ એક્ઝિટ પોલના અનુમાનોમાં રાજ્યના મુખ્યમંત્ર કે. ચંદ્રશેખર રાવની પાર્ટી તેલંગાના રાષ્ટ્ર સમિતિ (TRS)ને બહુમત મળતું હોય તેવું લાગી રહ્યું છે. જોકે, ભાજપે પોતાને હજુ પણ રેસની બહાર નથી માની. તેલંગાના ભાજપે કેસીઆરને ઓફર આપી છે કે જો તેઓ અસુદદ્દીન ઓવૈસની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્મિમીન (AIMIM)ની સાથે જવાનો નિર્ણય છોડી દે તો, ભાજપ તેમની સાથે હાથ મેળવવા તૈયાર છે.

  એક્ઝિટ પોલ્સના અનુમાનો મુજબ, તેલંગાનામાં ચંદ્રશેખર રાવની પાર્ટી ટીઆરએસને 119 સીટોમાંથી 67 સીટો મળી શકે છે, જ્યારે કોંગ્રેસ તથા અન્યને 39, ભાજપને 5 અને અન્યને 8 સીટો મળવાનું અનુમાન છે. રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ બંનેની પાસે ગુમાવવા માટે કંઈ ખાસ નથી, પરંતુ જીતવા માટે ઘણું બધું છે. જો કેસીઆરની પાર્ટી બહુમતના આંકડાથી દૂર રહી જાય છે તો ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ પોતપોતાના રાજકીય સમીકરણ સાધવામાં પાછળ નહીં હટે.

  આ પણ વાંચો, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેને યુવકે મારી થપ્પડ, RPIએ મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી

  તેલંગાના ભાજપ અધ્યક્ષ કે.લક્ષ્મણે ન્યૂઝ18 સાથેની વાતચીતમાં દાવો કર્યો કે રાજ્યમાં હાલની સ્થિતિ એવી છે કે કોઈ પણ પાર્ટી ભગવા પાર્ટીના સમર્થન વિના સરકાર નહીં બનાવી શકે. તેઓએ કહ્યું કે, જો કેસીઆર બહુમતથી દૂર રહે છે તો ભાજપ તેમને સપોર્ટ કરવા તૈયાર છે, પરંતુ અમારી એક શરત છે. ભાજપનો સાથ મેળવવા માટે કેસીઆરને ઓવૈસીનો મોહ છોડવો પડશે.

  આ પણ વાંચો, MP, રાજસ્થાન, છત્તીસગઢમાં કોની બનશે સરકાર અને કોણ બનશે સીએમ?

  એક્ઝિટ પોલ્સ મુજબ, તેલંગાનામાં ઓવૈસીની પાર્ટીને આ વખતે 6થી 8 સીટ મળી શકે છે. 2014ની ચૂંટણીમાં તેમને 7 સીટો મળી હતી. આ વખતે AIMIMને એક સીટનું નુકસાન કે એક સીટનો ફાયદો થઈ શકે છે. જ્યારે ભાજપને 6થી 8 સીટો મળી શકે છે. અગાઉની ચૂંટણીમાં ભાજપને અહીં 5 સીટો મળી હતી.
  Published by:Mrunal Bhojak
  First published: