ભાજપ MLAનું નિવેદન: 'તિલકધારી હિન્દુઓ પાસેથી જ ખરીદો સામાન'

ભાજપના ધારાસભ્ય રાજા સિંહના ટ્વીટર પેજથી સાભાર

રાજા સિંહે કહ્યું કે, જો 100 કરોડ હિન્દુ તિલકધારી પાસેથી સામાન ખરીદવા લાગશે તો લવ-જેહાદ અને ગૌહત્યા બંધ થઈ જશે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: પોતાના વિવાદસ્પદ નિવેદનો કારણે અનેકવાર ચર્ચામાં રહેનારા તેલંગાનાથી ભાજપના એકમાત્ર ધારાસભ્ય રાજા સિંહે ફરી એકવાર ગંભીર વિભાજનકારી નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્રના જલગાંવમાં હિન્દુ રાષ્ટ્ર જાગૃતિ સભાના એક કાર્યક્રમમાં ભાજપ ધારાસભ્ય રાજા સિંહે હિન્દુઓને અપીલ કરી છે કે બિન હિન્દુઓની દુકાનોથી સામાન ખરીદવાનું બિલકુલ બંધ કરી દો. ભાજપના ધારાસભ્યે તેને ગૌહત્યા અને લવ-જેહાદનો ફોમ્યૂલા કરાર કર્યો.

  રાજા સિંહે કહ્યું કે, જે પણ ખરીદો તિલકધારી હિન્દુ પાસેથી ખરીદો. તેની પાસેથી ન ખરીદો જે ભારતમાં રહીને જેહાદની વાત કરે છે. તેમની પાસેથી ન ખરીદો જે ગૌમાંસ ખાય છે. તેઓએ તેની સાથોસાથ કહ્યું કે, જો 100 કરોડ હિન્દુ પોતાના તિલકધારીથી સામાન ખરીદવા લાગશે તો લવ-જેહાદ અને ગૌહત્યા બંધ થઈ જશે.

  સમાજ અને અર્થવ્યવસ્થાને વિભાજિત કરાનારી વાતને આગળ વધારતાં ભાજપના ધારાસભ્ય રાજા સિંહે તેને પાપ અને પુણ્ય સાથે જોડી દીધું. રાજા સિંહે કહ્યું કે, બિન-હિન્દુઓ પાસેથી ફળ કે ફૂલ ખરીદીને ભગવાનને અર્પણ કરવાથી પુણ્ય નહીં મળે. હિન્દુ મહિલાઓ કરિયાણાની દુકાન જાય છે, તો માત્ર પોતાના ધર્મના દુકાનદાર પાસેથી જ સામાન ખરીદે.

  આ પણ વાંચો, રાજસ્થાન: રખડતી ગાયો દત્તક લેશો, તો સરકાર તમારુ સન્માન કરશે

  રાજા સિંહ હૈદરાબાદના ગોશા મહલથી ભાજપના ધારાસભ્ય છે. તે અસદુદ્દીન ઓવૈસી અને તેમની પાટી AIMIMના પ્રખર વિરોધી છે. તેલંગાના વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતનારા રાજા સિંહ એકમાત્ર ધારાસભ્ય છે. રાજા સિંહ કટ્ટર હિન્દુત્વના એજન્ડા પર ચાલે છે અને ભડકાઉ નિવેદનો આપવામાં ચેમ્પિયન માનવામાં આવે છે.
  Published by:Mrunal Bhojak
  First published: