Home /News /national-international /

બીજેપી નેતાએ ગળે ફાંસો ખાઇ કરી આત્મહત્યા, પોલીસે શરૂ કરી તપાસ

બીજેપી નેતાએ ગળે ફાંસો ખાઇ કરી આત્મહત્યા, પોલીસે શરૂ કરી તપાસ

ગનાનેન્દ્ર પ્રસાદે (gnanendra prasad)ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી

Bjp Leader Gnanendra Prasad Suicide - અત્યાર સુધી આત્મહત્યાના કારણ વિશે માહિતી સામે આવી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

    હૈદરાબાદ : તેલંગાણામાં (telangana)બીજેપી નેતા ગનાનેન્દ્ર પ્રસાદ પોતાના ઘરે મૃત (gnanendra prasad found dead)હાલતમાં મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે અમને સોમવારે તેમના ઘરેથી આત્મહત્યાની સૂચના મળી હતી. ગનાનેન્દ્ર પ્રસાદે (gnanendra prasad)ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. અત્યાર સુધી આત્મહત્યાના કારણ વિશે માહિતી સામે આવી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

    ANI ન્યૂઝ એજન્સીના મતે પોલીસે કહ્યું છે કે ગનાનેન્દ્ર પ્રસાદ સરલિંગમપલ્લી વિધાનસભા ક્ષેત્રથી પાર્ટીના રાજ્ય કાર્યકારી સમિતિના સદસ્ય હતા. તેમના ખાનગી સહાયકે તેમને પેંટહાઉસના એક રૂમમાં પંખાથી લટકેલી હાલતમાં જોયા હતા. પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ મોકલી આપીને તપાસ શરુી કરી છે.

    આ પણ વાંચો - 35 લાખ રૂપિયા વીમાની રકમ માટે પતિએ પત્નીની કરાવી હત્યા, 5 લાખમાં આપી હતી સોપારી

    પોલીસે અધિકારીઓએ પૃષ્ટી કરી છે કે તેને મૃતક નેતાની કોઇ સુસાઇડ નોટ મળી નથી. પોલીસે એ પણ કહ્યું કે બીજેપી નેતા એક દુર્ઘટનાનો શિકાર થયા હતા અને તેમના પગમાં ફ્રેક્ચર થઇ ગયું હતું.

    પીએએ પોલીસને જણાવ્યું કે સોમવારે સવારે ગનાનેન્દ્ર પ્રસાદે પોતાના પીએને કહ્યું હતું કે તે તેને પરેશાન ના કરે કારણ કે તે ઊંઘવા જઈ રહ્યા છે. આ પછી પીએએ જ્યારે નાસ્તો આપવા માટે રૂમનો દરવાજો ખખડાવ્યો તો અંદરથી કોઇ પ્રતિક્રિયા આવી ન હતી. આ પછી પીએએ બારીના કાચ તોડ્યા હતા ત્યારે ગનાનેન્દ્ર પ્રસાદ રૂમમાં પંખા સાથે લટકેલી હાલતમાં જોવા મળ્યા હતા. પરિવારજનોની ફરિયાદ પર પોલીસે કેસ નોધ્યો છે.

    ન્યૂયોર્ક : આત્મહત્યા પહેલા મહિલાએ શેર કર્યો વીડિયો


    ન્યૂયોર્કમાં એક ભારતીય મૂળની મહિલા મનદીપ કૌરે (mandeep kaur)પતિના ત્રાસથી આત્મહત્યા (suicide)કરી લીધી છે. આત્મહત્યા કરતા પહેલા મહિલાએ એક વીડિયો (Woman Suicide Video)બનાવ્યો હતો અને પતિ કેવો ત્રાસ આપતો હતો તે વાત કહી છે. મહિલાએ આરોપ લગાવ્યો કે ફક્ત પુત્રીઓની જન્મ આપવાને કારણે પતિ તેની રોજ પીટાઇ કરતો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

    મહિલાનો ભાવુક કરતો વીડિયો


    વાયરલ થઇ રહેલા વીડિયોમાં 30 વર્ષની મનદીપ કૌર કહે છે કે મેં ઘણું બધું સહન કરી લીધું. એ આશામાં કે તે એક દિવસ પોતાનો વ્યવહાર બદલશે. 6 અને 4 વર્ષની બે પુત્રીઓની માતા રડતા-રડતા સતત કહે છે કે આઠ વર્ષ થઇ ગયા, હવે હું રોજ મારપીટ સહન કરી શકતી નથી. પંજાબીમાં બોલતા કહે છે કે તે પોતાના પતિ અને સાસરિયાવાળા પર આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ લગાવે છે. તે કહે છે કે પિતાજી હું મરવાની છું કુપા કરીને મને માફ કરો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Suicide case, Telangana

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन