તેલંગાણાઃ ચૂંટણી લડતા મહિલા વ્યંડળ ઉમેદવાર ગાયબ, થઈ પોલીસ ફરિયાદ

મહિલા વ્યંડળ ચન્દ્રમુખી

ચન્દ્રમુખીએ વ્યંડળ સમુદાયને પણ સમાજમાં માન-સન્માન મળે એ માટે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. તેના અનુયાયીઓમાં તેની સલામતી વિશે ચિંતા છે.

 • Share this:
  તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીઓ ચાલી રહી છે. રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એવામાં 32 વર્ષની મહિલા વ્યંડળ  કાર્યકર (ટ્રાન્સજેન્ડર વુમન) ગુમ થઇ ગયા છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

  પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર, ચન્દ્રમુખી એમ નામની મહિલા બહુજન લેફ્ટ ફ્રન્ટનાં ઉમેદવાર તરીકે ગોસામહલ બેઠક પરથી ચૂંટણી લડી રહી છે. આ મહિલા તેના ઘરેથી ગુમ થઇ છે.  ચન્દ્રમુખી કોંગ્રેસનાં નેતા મુકેશ ગૌડ અને ભાજપનાં નેતા રાજેશ સિંઘ સામે ચૂંટણી લડી રહી છે.
  વ્યંડળ સમાજનાં લોકો અને કાર્યકરો ચન્દ્રમુખીના ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા પણ ચન્દ્રમુખી ગુમ થઇ જતા સૌ કોઇ ચિંતામાં મુકાઇ ગયા હતા.

  મુંબઇની TISS સંસ્થામાં LGBTQ વિદ્યાર્થીઓ માટે ‘જેન્ડર ન્યુટ્રલ’ હોસ્ટેલ શરૂ કરાઇ

  તેલંગાણાનાં બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ચન્દ્રમુખીનો કોઇ સંપર્ક થઇ શક્તો નથી અને આ સમાચાર સાંભળીને તેની માતા ખુબ જ ચિંતામાં છે. તેને ચિંતા છે કે, તેનું કોઇએ અપહરણ કરી લીધુ છે. પોલીસે અપહરણની ફરિયાદ દાખલ કરી છે.

  ચન્દ્રમુખી તેલંગાણા હિજડા ઇન્ટરસેક્સ ટ્રાન્સજેન્ડર સમિતિમાં સભ્ય છે અને આ સમાજ ઉપર થતા અત્યાચારો સામે તેણે અવાજ ઉઠાવ્યો હતો. તે આ પ્રકારનાં મુદ્દાઓ પર ખુલીને બોલે છે. તેના અનુયાયીઓએ કહ્યુ કે, રાજ્યમાં યોજાતી વિવિધ રેલીઓમાં પણ તે હિજડા સમુદાયનાં અધિકારો વિશે વાતો કરે છે.

  ચન્દ્રમુખીએ વ્યંડળ સમુદાયને પણ સમાજમાં માન-સન્માન મળે એ માટે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. તેના અનુયાયીઓમાં તેની સલામતી વિશે ચિંતા છે.

  ઘણા ધર્મગુરુઓએ મારી પાસે સેક્સની માંગણી કરી છેઃ ગે પ્રિન્સ માનવેન્દ્રસિંહ
  Published by:Vijaysinh Parmar
  First published: