Home /News /national-international /

Video: મહિલા પોલીસકર્મી બૂમો પાડતી રહી, ભીડ લાઠીઓ વરસાવતી રહી

Video: મહિલા પોલીસકર્મી બૂમો પાડતી રહી, ભીડ લાઠીઓ વરસાવતી રહી

મહિલા પોલીસકર્મીને જેવી લાઠી વાગી તો તે રડવા લાગી. (વીડિયો ગ્રેબ)

મહિલા પોલીસકર્મીને જેવી લાઠીઓ વાગી તો તે રડવા લાગી, પોલીસ ત્યારે આવી હરકતમાં

    ન્યૂઝ18 ગુજરાતી : તેલંગાનામાં કે. ચંદ્રશેખર રાવની આગેવાનીવાળી તેલંગાના રાષ્ટ્ર સમિતિની સરકાર રાજ્યમાં વૃક્ષારોપણનું કામ કરી રહી છે. તેના માટે વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણ કરાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના અસીફાબાદ જિલ્લામાં કેટલાક લોકોએ પોલીસ અને વન વિભાગની ટીમ પર હુમલો કરી દીધો.

    મળતી માહિતી અનુસાર ઘટના 29 જૂનની છે, જેનો વીડિયો હવે સામે આવ્યો છે. હુમલો કરનારા સત્તાધારી પાર્ટીના કાર્યકર્તા હોવાનું કહેવાય છે.

    સમાચાર એજન્સી ANI તરફથી જાહેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો પોલીસ પર હુમલો કરી રહ્યા છે. એક મહિલા પોલીસ અધિકારી તેમને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ તેઓ માનતા નથી. એટલું જ નહીં ભીડમાંથી કેટલાક લોકોએ મહિલા પોલીસકર્મી પર ચપ્પલ ફેંક્યા અને તેમના માથા પર લાઠીઓ મારી.

    ત્યારે સક્રિય થયા પોલીસકર્મી

    મહિલા પોલીસકર્મીને લાઠી વાગ્યા બાદ જ ત્યાં હાજર પોલીસકર્મી સક્રિય થયા અને તેને બચાવવાના પ્રયાસ કરવા લાગ્યા. મહિલા પોલીસકર્મીને જેવી લાઠી વાગી તો તે રડવા લાગી. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને લઈ શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે અંગે હજુ જાણી શકાયું નથી.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Forest Department, Mob, Telangana, Tree plantation, વાયરલ વીડિયો, હુમલો

    આગામી સમાચાર