VIDEO: અચાનક 100થી વધુ બદમાશોએ ઘરમાં ઘૂસી ગયા, બેડરૂમમાંથી યુવતીનું કર્યું અપહરણ
તેલંગણામાં ગુંડા તત્વોનો ત્રાસ
મન્નેગુડા ગામમાં રહેતા દંપતિ દામોદર રેડ્ડી અને નિર્મલાનો આરોપ છે કે નવીન રેડ્ડી અને 100થી વધુ યુવકો કાર અને ડીસીએમમાં આવ્યા અને તેમની પુત્રીને લઈ ગયા. આ સાથે હુમલાખોરોએ ઘરની વસ્તુઓ જેવી કે વાહનો અને સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી હતી. પીડિતાના પરિવારે જણાવ્યું કે આ પહેલા પણ આરોપી નવીન રેડ્ડીએ ધમકી આપી હતી. તેઓએ અગાઉ આદિબાટલા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી. દંપતીએ જણાવ્યું કે તેમના ઘર પર બદમાશોના હુમલા દરમિયાન 100 નંબર પર ફોન કર્યા પછી પણ પોલીસે જવાબ આપ્યો ન હતો. આ ઘટનાને કારણે મન્નેગુડામાં તણાવ છે. પોલીસના જણાવ્યા અનુસાર, નવીન રેડ્ડી અને યુવતી પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા.
હૈદરાબાદ: તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રચાકોંડા પોલીસ કમિશનરેટ હેઠળના આદિબાટલા પોલીસ સ્ટેશનના મન્નેગુડામાં 24 વર્ષીય મહિલાનું તેના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું. તેના માતા-પિતાનો આરોપ છે કે લગભગ 100 યુવકો તેમના ઘરમાં ઘૂસી ગયા, તેમની પુત્રી વૈશાલીને બળજબરીથી ઉપાડી ગયા અને ઘરમાં તોડફોડ કરી. મહિલા વ્યવસાયે ડોક્ટર છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને એફઆઈઆર નોંધ્યા બાદ આરોપીઓને પકડવા માટે ટીમો બનાવવામાં આવી હતી. રાચકોંડા પોલીસે એક કલાકના ઓપરેશન બાદ પીડિતાને અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવી હતી. આ કેસમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્યની શોધ ચાલી રહી છે. પોલીસે પુષ્ટિ કરી હતી કે તે અપહરણનો કેસ હતો.
રચાકોંડા પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાનું અપહરણ કર્યા બાદ આરોપીઓએ તેની સાથે મારપીટ કરી અને ધમકી આપી. તે પૂર્વ આયોજિત ઘટના હતી. પીડિત મહિલા આઘાતમાં છે અને કશું બોલી શકતી નથી. મુખ્ય આરોપી નવીન હજુ ફરાર છે. અન્ય આરોપીઓની ઓળખ કરવા માટે પોલીસ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે. પીડિતાના પરિવારનો દાવો છે કે ગુંડાઓ તેને તેના બેડરૂમમાંથી ખેંચીને કારમાં બેસાડ્યા હતા. રચાકોંડાના એડિશનલ સીપી સુધીર બાબુએ જણાવ્યું હતું કે, 'ઘટનાની વિવિધ એંગલથી તપાસ કરવા માટે ટીમો બનાવવામાં આવી છે. અમે મામલાની ઊંડાણ પૂર્વક તપાસ કરી રહ્યા છીએ. ચોક્કસ આ ખૂબ જ ગંભીર ગુનો છે. અમે કેસમાં IPC કલમ 307 ઉમેરી રહ્યા છીએ.
#WATCH | Ranga Reddy, Telangana | A 24-yr-old woman was kidnapped from her house in Adibatla y'day. Her parents alleged that around 100 youths barged into their house, forcibly took their daughter Vaishali away & vandalised the house. Police say, case registered & probe underway. pic.twitter.com/s1lKdJzd2B
મન્નેગુડા ગામમાં રહેતા દંપતિ દામોદર રેડ્ડી અને નિર્મલાનો આરોપ છે કે નવીન રેડ્ડી અને 100થી વધુ યુવકો કાર અને ડીસીએમમાં આવ્યા અને તેમની પુત્રીને લઈ ગયા. આ સાથે હુમલાખોરોએ ઘરની વસ્તુઓ જેવી કે વાહનો અને સીસીટીવી કેમેરાની પણ તોડફોડ કરી હતી. પીડિતાના પરિવારે જણાવ્યું કે આ પહેલા પણ આરોપી નવીન રેડ્ડીએ ધમકી આપી હતી. તેઓએ અગાઉ આદિબાટલા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી. દંપતીએ જણાવ્યું કે તેમના ઘર પર બદમાશોના હુમલા દરમિયાન 100 નંબર પર ફોન કર્યા પછી પણ પોલીસે જવાબ આપ્યો ન હતો. આ ઘટનાને કારણે મન્નેગુડામાં તણાવ છે. પોલીસના જણાવ્યા અનુસાર, નવીન રેડ્ડી અને યુવતી પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર