Home /News /national-international /Tel Aviv shooting : ગોળીબારમાં 2ના મોત, અમેરિકાએ કહ્યું - આ દુ:ખના સમયમાં અમે ઈઝરાયેલ સાથે
Tel Aviv shooting : ગોળીબારમાં 2ના મોત, અમેરિકાએ કહ્યું - આ દુ:ખના સમયમાં અમે ઈઝરાયેલ સાથે
ઇઝરાયેલના તેલ અવીવમાં ગોળીબાર
સુરક્ષા દળો બંદૂકધારીને શોધી રહ્યા છે અને પોલીસે લોકોને ઘરની અંદર રહેવા કહ્યું છે. ઈઝરાયેલની ઈમરજન્સી સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું કે હુમલા બાદ નવ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અમેરિકાએ ઈઝરાયેલના શહેર તેલ અવીવમાં થયેલા ગોળીબાર પર શોક વ્યક્ત કર્યો છે. આ હુમલા બાદ વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ દુઃખની ઘડીમાં અમેરિકા ઈઝરાયેલની સાથે છે. જણાવી દઈએ કે ગુરુવારે રાત્રે થયેલા ફાયરિંગમાં 2 લોકોના મોત થયા હતા. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. છેલ્લા બે સપ્તાહમાં ઈઝરાયેલમાં આ ચોથો હુમલો છે.
તેલ અવીવ આતંકવાદી હુમલા બાદ ગુરૂવારે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા વિચારો માર્યા ગયેલા લોકોના પરિવારો અને અન્ય પ્રિયજનો સાથે છે. અમે ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. અમે આ વિકાસને જોઈ રહ્યા છીએ. અમે ઇઝરાયેલ સાથે સતત સંપર્કમાં છીએ. અમે આવી આતંકવાદી હિંસા વિરુદ્ધ છીએ.
2 ના મોત, 4 ગંભીર
શૂટિંગ શહેરની સૌથી વ્યસ્ત શેરીઓમાંની એક ડિઝેન્ગોફ સ્ટ્રીટ પર થયું હતું. આ વિસ્તાર રેસ્ટોરાં માટે લોકપ્રિય છે. સુરક્ષા દળો ઓછામાં ઓછા એક બંદૂકધારીને શોધી રહ્યા છે અને પોલીસે લોકોને ઘરની અંદર રહેવા કહ્યું છે. ઈઝરાયેલની ઈમરજન્સી સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું કે હુમલા બાદ નવ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેલ અવીવની ઇચિલોવ હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું કે ચાર લોકોની હાલત ગંભીર છે.
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના જણાવ્યા અનુસાર, હુમલો ત્યારે શરૂ થયો જ્યારે ઓછામાં ઓછા એક બંદૂકધારીએ ડિઝેન્ગોફના ઈલ્કા બારમાં ગોળીબાર કર્યો. આ હુમલાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં લોકો દોડતા જોઈ શકાય છે. પોલીસે લોકોને બહાર ન નીકળવાની અપીલ કરી છે. તાજેતરના દિવસોમાં થયેલા ઘાતક હુમલા બાદ ઈઝરાયેલના સુરક્ષા દળો પહેલેથી જ હાઈ એલર્ટ પર હતા.
ગયા મહિનાના અંતમાં, એક પેલેસ્ટિનિયન બંદૂકધારીએ તેલ અવીવમાં પાંચ લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. થોડા દિવસો પહેલા, ઉત્તરીય શહેર હાડેરા અને દક્ષિણી શહેર બેરશેબામાં બે હુમલાઓમાં છ લોકો માર્યા ગયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર