Home /News /national-international /તેજપ્રતાપે કહ્યુ- તેજસ્વીની આસપાસ છે 'બેક્ટેરિયા', ઇન્જેક્શન મારી કરીશ સફાઈ

તેજપ્રતાપે કહ્યુ- તેજસ્વીની આસપાસ છે 'બેક્ટેરિયા', ઇન્જેક્શન મારી કરીશ સફાઈ

તેજપ્રતાપ અને તેજસ્વી યાદવ (ફાઇલ ફોટો)

બીજેપી અને અન્ય પાર્ટીઓમાંથી ભાગેલા લોકો જ પાર્ટીને બગાડી રહ્યા છે: તેજપ્રતાપ યાદવ

    લાલુ પરિવારમાં સીટોની વહેંચણીને લઈને રાજકારણ સતત ચાલુ છે. આ કડીમાં લાલુ-રાબડી મોર્ચા બનાવનારા તેજપ્રતાપ યાદવે પોતાના નાના ભાઈ તેજસ્વી યાદવ પર નિશાન સાધ્યું છે. તેજપ્રતાપે ન્યૂઝ18 સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે, બીજેપી અને અન્ય પાર્ટીઓમાંથી ભાગેલા લોકો જ પાર્ટીને બગાડી રહ્યા છે. તેઓએ કહ્યું કે જ્યારે દાંત સડી જાય છે તો ઇન્જેક્શન આપવામાં આવે છે જેથી તેમાંથી બેક્ટેરિયા નીકળી જાય. કંઈક આવું જ હાલ પાર્ટીમાં પણ છે.

    તેજસ્વી યાદવની આસપાસ બેક્ટેરિયા છે જેમને હું ઇન્જેક્શન આપીને હટાવીશ. તેજપ્રતાપે કહ્યું કે આજે પાર્ટીને સીંચનારા લોકોનું અપમાન થઈ રહ્યું છે તે કારણે મેં નવો મોર્ચો બનાવ્યો છે. મારા પિતા ગરીબોના મસીહા છે. તેજપ્રતાપને જ્યારે પૂછવામાં આવ્યું કે નવો મોર્ચો રચવાનો વિચાર ક્યાંથી આવ્યો તો તેઓએ કહ્યું કે લાલુ-રાબડી મોર્ચો એક પાર્ટી જ છે.

    આ પણ વાંચો, આચાર સંહિતા ઉલ્લંઘનમાં ઘેરાયા રાજ્યપાલ કલ્યાણ સિંહ, રાષ્ટ્રપતિને પત્ર લખી શકે છે EC

    તેજપ્રતાપે કહ્યું કે અમે બંને ભાઈ પૂરી રીતે મજબૂત છીએ. હું હજુ પણ રાહ જોઈ રહ્યો છું કે શિવહર અને જહાનાબાદને લઈને વાત બને. જહાનાબાદથી પાર્ટીએ ત્રણ વારથી હારી રહેલા ઉમેદવાર સુરેન્દ્ર યાદવને કેમ ટિકિટ આપી, તેનો જવાબ જોઈએ. અમે પાર્ટીને ઉંચાઈ સુધી લઈ જવાની છે અને હું જેમની માટે ટિકિટ માંગી રહ્યો છું તે પણ પાર્ટીના જ નેતા છે. તેઓ જીતીને બતાવશે.

    આ પણ વાંચો, કમલનાથ સરકારે RSS ઓફિસની સુરક્ષા હટાવી, દિગ્વિજયસિંહે જ કર્યો વિરોધ

    તેજપ્રતાપને જ્યારે તેમની અપીલ જેમાં તેઓને રાબડી દેવીથી છપરા (સારણ) સીટથી ચૂંટણી લડવાની માંગ કરી છે તે વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ કહ્યું કે મારી અપીલની અસર માતા પર થશે. મારી માતા જો ટીવી જોઈ રહ્યા છે તો તેમને અપીલ છે કે તેઓ પોતાની જૂની સીટ પરથી લડે. પાપાએ ત્યાં વિકાસની ગંગા વહાવી છે. જો મારી વાત નહીં માનવામાં આવે તો હું ચૂંટણી લડીશ. હું ઘરનો મોટો દીકરો છું તેથી મારી વાત માનવી પડશે.

    આ પણ વાંચો, ટિકિટ કપાતાં શાહનવાજના નિવેદન પર નીતીશ નારાજ, બીજેપી પાસે માંગી સ્પષ્ટતા

    મુખ્યમંત્રી નીતીશ કુમારના એ આરોપો જેમાં તેઓએ લાલુ પ્રસાદ પર જેલમાં ફોન ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે તેની પર તેજપ્રતાપે કહ્યું કે પિતા સાથે જેલમાં શનિવારે વાત કરે છે તે પણ જેલમાં જઈને. નીતીશ કુમારની વાતો બિલકુલ ખોટી છે. તેજસ્વી અને હું બંને જ્યારે મળવા જઈએ છીએ તો ગેટ પર ચેકિંગ થાય છે અને ત્યાં તહેનાત સુરક્ષાકર્મી અમારા પર્સ પણ તેમની પાસે રાખી લે છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Lok sabha election 2019, Tejpratap-yadav, આરજેડી`, બિહાર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन