Home /News /national-international /

લાલુની ગેરહાજરીમાં નાના જમાઇએ પૂરી કરી તેજપ્રતાપની સગાઇ વીધી

લાલુની ગેરહાજરીમાં નાના જમાઇએ પૂરી કરી તેજપ્રતાપની સગાઇ વીધી

    રાજેડી સુપ્રિમો લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવની સગાઇ પૂર્વ મંત્રી ચંદ્રિકા રોયની પુત્રી એશ્વર્યા રોય સાથે સંપન્ન થઇ હતી. ચારા કૌભાંડ કેસમાં સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ હાલ એમ્સ દિલ્હીમાં પોતાની સારવાર કરી રહ્યા છે. આ કારણે લાલુ સગાઇમાં સામેલ ન થયા. તેજપ્રતાપ યાદવની સગાઇમાં પિતા લાલુ પ્રસાદની જરૂરી રસમો તેમના નાના જમાઇ અને મુલાયમ સિંહ યાદવના પુત્ર તેજપ્રતાપ સિંહે પૂરી કરી હતી.



    તેજપ્રતાપ સિંહ લાલુની સૌથી નાની દીકરી રાજલક્ષ્મીના પતિ છે.તેઓ સપા પ્રમુખ મુલાયમ સિંહ યાદવના મોટા ભાઇ રતન પ્રતાપ સિંહના પુત્ર છે.તેજપ્રતાપ સિંહએ પોતાના સાળા તેજપ્રતાપના લગ્નમાં જરૂરી રસમને પૂરી કરી હતી. ઉલ્લેખનીય છે કે સગાઇ દરમિયાન પિતાની રસમ તેમના નાના જમાઇ તેજપ્રતાપે પૂરી કરી હતી.





    આ વિશે એશ્વર્યાની માતા પૂર્ણિમા રોયએ કહ્યું કે, વરપક્ષ તરફથી લાલુ પ્રસાદના નાના જમાઇ અને રાજલક્ષ્મીના પતિ તેજપ્રતાપજીએ સગાઇ ચઢાવી. ત્યા વહુ પક્ષ તરફથી ખુદ ચંદ્રિકા રોયએ સગાઇની વીધી કરી હતી. આ દરમિયાન રાબડી દેવી અને તેમની તમામ દિકિરીઓ- જમાઇ અને અન્ય સંબંધીઓ પણ હાજર હતા. અહી અમારા તરફથી પણ એશ્વર્યાના કાકા, કાકી, ભાઈ, બહેન સહિત અન્ય
    નજીકના સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા.



    પંડિત રાજશેશ્વર જા કહી રહ્યા છે કે આ એક સગાઇની રસમ હોય છે.જેમા પહેલા છોકરી પક્ષના લોકો દુલ્હાને કપડા મીઠાઇ અને ફળ આપીને વેદિક મંત્રોચારણની વચ્ચે સગાઇને સંપન કરે છે. અને ત્યારબાદ વર પક્ષ તરફથી છોકરીને પણ આવી જ રીતે કપડા, ફળફળાદી આપીને રસમ પૂર્ણ કરવામાં આવે છે. આમ તો આ રસમ પિતા કરે છે, પંરતુ જરૂર પડવા પર બન્ને પક્ષ તરથી કોઇ અન્ય પણ
    પૂરી કરી શકે છે.



    ઉલ્લેખનીય છે કે લાલુપ્રસાદ હાલ ચારા ઘોટાળા કેસમાં સજા ભોગવી રહ્યા છે. હાલ તેમની દિલ્હી એમ્સમાં સારવાર ચાલી રહી છે. જો તે સગાઇમાં ઉપસ્થિત રહ્યા હોત તો લાલુ જ આ રસમને પૂર્ણ કરત. પરંતુ તેમની ગેરહાજરીમાં જવાબદારી તેમના નાના જમાઇ તેજપ્રતાપ સિંહે પૂર્ણ કરી છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Ring-ceremony, Tejpratap-yadav, લાલુ પ્રસાદ યાદવ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन