Home /News /national-international /

સિક્યોરિટી ઓછી કરવાથી ગુસ્સે ભરાયેલા રાબડી, તેજસ્વીએ પરત કરી સુરક્ષા

સિક્યોરિટી ઓછી કરવાથી ગુસ્સે ભરાયેલા રાબડી, તેજસ્વીએ પરત કરી સુરક્ષા

    રાષ્ટ્રીય જનતા દળ (RJD)નાં સુપ્રીમો લાલુ પ્રસાદ અને પુર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘરના સુરક્ષાકર્મીઓને હટાવવા બાબતે પટણામાં બબાલ મચી ગઇ હતી. એએનઆઈ એજન્સીની ખબર પ્રમાણે પુર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘર પર તૈનાત 32 બીએમપીના જવાનોને બિહાર સરકારે પરત લેવાનો આદેશ આપ્યો છે.

    જો કે બીજી તકફ આઇજી (સુરક્ષા) બચ્ચુ સિંહ મીનાએ કહ્યું કે લાલુ પરિવારના કોઇપણ સભ્યની ન તો સુરક્ષા વધારવામાં આવી ન તો ઘટાડવામાં આવી છે. જેના નામે સુરક્ષા ગાર્ડ મુકવામાં આવે છે તેમની અનુપસ્થિતિમાં તે સુરક્ષાકર્મી જાતે પોતાના સ્થાન પર પરત ફરે છે.

    સરકારના આ નિર્ણય પર નેતા તેજસ્વી યાદવે જબદસ્ત હુમલો કરતાં એક ટ્વિટ કરી છે. જેમાં લખ્યું છે કે મારી માતા રાબડીદેવીજીને પુર્વ સીએમ તરીકે જે સુરક્ષા મળી હતી, મારા ભાઇને સાંસદ તરીકે અને મને પ્રતિપક્ષ તરીકે જે સુરતક્ષાને બિહારના સીએમ નીતિશ કુમારને પરત આપીએ છીએ. જેનાથી તે તુચ્છ ઇર્ષાળુ કામ છોડીને સકારાત્મક કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.



    એક બીજી ટ્વિટ કરીને તેજસ્વીએ કહ્યું છે કે નીતિશ કુમારે અંસંવૈઘાનિક રીતે મને નેતા પ્રતિપક્ષ તરીકે કેબિનેટ મંત્રીના સમાન પ્રાપ્ત અધિકારીઓને દરકિનાર કરતા સરકારી આવાસ ખાલી કરવાની નોટિસ આપી છે. અને સાંજે પરિવારની સુરક્ષા પાછી લઇ લીધી , નીતિશજી વધારે નિમ્નસ્તર પર ઉતરીએ.



    તેજસ્વીએ આગળ પણ લખ્યું કે અમે નીતિશકુમારની જેમ ડરપોક અને કાયર નથી જે પોતાની સુરક્ષા માટે 800 જવાનો રાખીએ. અમે જે સુરક્ષાકર્મીઓ પરત કર્યા છે તેમને તે પોતાની સુરક્ષા વધારીને સંખ્યા બળ વધારીને સંતોષ માની શકે છે. અમે ગરીબ જનતા સાથે રહીએ છીએ તેઓ જ અમારા અસલ ચોકીદાર છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Lalu prashad yadav, Patna, RJD Bihar, Security, Tejaswi yadav

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन