Home /News /national-international /કોંગ્રેસની રેલીમાં તેજસ્વીએ કહ્યુ, 'રાહુલ ગાંધી PM મટિરિયલ, મોદીના જુમલામાં જનતા ન ફસે'

કોંગ્રેસની રેલીમાં તેજસ્વીએ કહ્યુ, 'રાહુલ ગાંધી PM મટિરિયલ, મોદીના જુમલામાં જનતા ન ફસે'

રાહુલ ગાંધી સાથે તેજસ્વી યાદવ PTI

તેજસ્વી યાદવે રાહુલ ગાંધીને પીએમ મટિરિયલ દર્શાવતા જણાવ્યું કે રાહુલમાં પીએમ બનવાના તમામ ગુણો છે. કોંગર્ેસ સૌથી મોટો પક્ષ છે અને તેમની જવાબદારી મોટી છે.

ન્યૂઝ 18 ગુજરાતી: કોંગ્રેસ સુપ્રીમો રાહુલ ગાંધીએ રવિવારે પટનાના ગાંધી મેદાનમાં એક વિશાળ સભાને સંબોધી હતી. લાંબા સમય બાદ પોતાના દમ પર યોજાયેલી આ રેલીમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ શક્તિ પ્રદર્શન કર્યુ હતું. બિહારમાં મહાગઠ બંધનના સહયોગી આરજેડીના નેતા તેજસ્વી યાદવે આ રેલીમાં રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી પીએમ મટિરિયલ છે અને નરેન્દ્ર મોદી જુઠ્ઠાણાની ફેક્ટ્રી છે. લોકે નરેન્દ્ર મોદીના જુમલામાં ન ફસાય

તેજસ્વી યાદવે વધુમાં જણાવ્યું હતું કે પરિવર્તનનો સમય આવી ગયો છે. દેશ આગલા વડા પ્રધાન તરીકે રાહુલ ગાંધીની પસંદગી કરે. તેમણે તમામ ગઠબંધનને અપીલ કરી કે તેઓ એનડીએને સત્તાથી દૂર કરે. કોંગ્રેસ મોટી પાર્ટી છે અને તેમની જવાબદારી પણ મોટી છે.

નીતિશ કુમાર પર હુમલો કરતા તેજસ્વીએ જણાવ્યું હતું કે નીતિશ કાકા લોકોની સાથે છેત્તરપિંડી કરી રહ્યાં છે. જેમણે બિહારનો સોદો કર્યો છે તેવા લોકોને જનતા આગામી પરચો આપશે.
First published:

Tags: Loksabah 2019, ચૂંટણી, રાહુલ ગાંધી