બિહારઃ તેજસ્વી યાદવ રાજ્યપાલને મળ્યાં, સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

ગવર્નરને મળી રહેલા તેજસ્વી યાદવ

 • Share this:
  બિહાર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળે આજે (શુક્રવારે) રાજ્યપાલ સત્યપાલ મલિકની મુલાકાત કરી હતી. રાજદ, કોંગ્રેસ, હમ અને માલે ધારાસભ્યોના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને રાજ્યમાં પોતાની સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.

  પ્રતિનિધ મંડળે દાવો દાવો કર્યો હતો કે તેમની પાસે 111 ધારાસભ્યોનું સમર્થન છે આથી અમને પણ સરકાર બનાવવાનો મોકો મળવો જોઈએ. પ્રતિનિધિ મંડળે દાવો કર્યો હતો કે તે લોકો તેઓ સરળતાથી બહુમતિ સાબિત કરી દેશે. તેજસ્વી યાદવે આ અંગે જણાવ્યું હતું કે, 'મેં તમામ ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપી દીધો છે. ઉપરાંત સરકાર બનાવવા માટે અમન પણ મોકી આપવામાં આવે તેઓ આગ્રહ કર્યો છે.'

  તેજસ્વી યાદવે દાવો કર્યો છે કે રાજદ, કોંગ્રેસ, હમ અને માલેના 111 ધારાસભ્યો ઉપરાંત એનડીએના અનેક ધરાસભ્યો અમારા સંપર્કમાં છે. અમને ફ્લોર ટેસ્ટનો મોકો મળશે તો અમે સરળતાથી બહુમત સાબિત કરી દઈશું. તેમણે કહ્યું કે, સૌથી મોટી પાર્ટી અને ચૂંટણી પહેલા સૌથી મોટું ગઠબંધન હોવાને નાતે રાજદને સરકાર બનાવવાનો મોકો મળવો જોઈએ. કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટીને સરકાર બનાવવાનો મોકો મળ્યો છે, એવી જ રીતે અમે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.

  રાજ્યપાલ સાથે મુલાકાત બાદ તેજસ્વીએ જણાવ્યું હતું કે રાજ્યપાલે તેમની વાતોને ખૂબ જ ગંભીર રીતે સાંભળી હતી અને આ અંગે વિચાર કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. તો નીતિશ કુમાર સરકાર પર પ્રહાર કરતા તેજસ્વીએ જણાવ્યું હતું કે, બિહારની બે એન્જીનવાળી સરકાર રાજ્યને વિશેષ દરજ્જા અંગે ચૂપ છે.
  Published by:Vinod Zankhaliya
  First published: