તેજસ્વી યાદવે RJD નેતાઓને આપી સૂચના, PM મોદી વિરુદ્ધ ‘એલફેલ’ ભાષા ન બોલે

તેજસ્વી યાદવે RJD નેતાઓને આપી સૂચના, PM મોદી વિરુદ્ધ ‘એલફેલ’ ભાષા ન બોલે
અનેક નેતા કેમેરાની સામે પીએમ મોદીની વિરુદ્ધ બોલી રહ્યા છે જે યોગ્ય નથી- તેજસ્વી યાદવની સ્પષ્ટ ચેતવણી

અનેક નેતા કેમેરાની સામે પીએમ મોદીની વિરુદ્ધ બોલી રહ્યા છે જે યોગ્ય નથી- તેજસ્વી યાદવની સ્પષ્ટ ચેતવણી

 • Share this:
  નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીની મગણતરી (Bihar Assembly Election Results) શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં એ નક્કી થઈ જશે કે આ વખતની ચૂંટણીમાં જીતનો કળશ કોના માથે ઢોળાય છે. એક્ઝિટ પોલ્સ પર નજર કરીએ તો તેજસ્વી યાદવ (Tejaswi Yadav) આ વખતે ચૂંટણીમાં ભાવી મુખ્યમંત્રીના રૂપમાં જોવામાં આવી રહ્યા છે. મતગણતરીના પ્રારંભ પહેલા તેજસ્વી યાદવે પોતાની પાર્ટીના નેતાઓને સ્પષ્ટ કરી દીધું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની વિરુદ્ધ કંઈ પણ એલફેલ ભાષાનો પ્રયોગ ન કરે.

  તેજસ્વી યાદવે તેમની ઘરની બહાર ઊભા રહેલા નેતાઓને મતગણતરી શરૂ થતાં પહેલા બોલાવ્યા અને સ્પષ્ટ નિર્દશે આપ્યા કે પરિણામ કંઈ પણ આવે કોઈ પણ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ ખોટા શબ્દોનો ઉપયોગ નહીં કરે. તેઓએ કહ્યું કે અમે જોયું છે કે અનેક નેતા કેમેરાની સામે પીએમ મોદીની વિરુદ્ધ બોલી રહ્યા છે જે યોગ્ય નથી. તેઓએ એવું પણ કહ્યું કે આ પ્રકારના નિવેદન આપનારા નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે.  આ પણ વાંચો, Bihar Election Result 2020: ચૂંટણી રેલીઓમાં સૌથી વધુ ભીડ ખેંચનારા તેજસ્વી શું બનાવશે સરકાર?

  નોંધનીય છે કે, તેજસ્વી યાદવ ચૂંટણીમાં નીતીશ કુમારની વિરુદ્ધ જેટલા આક્રમક જોવા મળી રહ્યા હતા, એક્ઝિટ પોલમાં આરજેડીની જીતનું અનુમાન આવ્યા બાદ તેઓ પણ પરિપક્વ નેતા તરીકે જોવા મળી રહ્યા છે. તેજસ્વી યાદવે મતગણતરીના એક દિવસ પહેલા જ પોતાના કાર્યકર્તાઓને સંદેશ આપતા કહ્યું હતું કે ચૂંટણીના પરિણામ કંઈ પણ આવે પરંતુ કોઈ પણ કાર્યકર્તા કાયદો અને વ્યવસ્થાને બગાડવાનું કામ નહીં કરે.

  આ પણ વાંચો, બિહારમાં 5 વર્ષ પહેલા Exit Polls જનતાનો મૂડ પારખવામાં નિષ્ફળ રહ્યા હતા, નીતીશનો જાદુ આ વખતે ચાલશે?

  તેજસ્વી યાદવે એમ પણ કહ્યું કે, આપણી જીત થાય તો પણ કોઈ પણ કાર્યકર્તા ફટાકડા નહીં ફોડે અને જો આપણે ચૂંટણીમાં હારી જઈએ તો પણ કોઈ કાર્યકર્તા રસ્તા પર ઉતરીને હોબાળો નહીં કરે.
  Published by:Mrunal Bhojak
  First published:November 10, 2020, 09:27 am

  ટૉપ ન્યૂઝ