નવી દિલ્હી : સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિએ (CCS) બુધવારે વાયુસેનામાં (Indian Airforce)83 તેજસ લડાકૂ વિમાનોની ( Light Combat Aircraft)એન્ટ્રીનો રસ્તો ક્લિયર કરી દીધો છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)દ્વારા બનાવવામાં આવેલ આ વિમાનો માટે 48 હજાર કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી છે. આ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી સ્વદેશી રક્ષા ખરીદ છે.
પીએમ મોદીની આગેવાનીવાળી કમિટીએ ફાઇનલ કરી ડીલ
માર્ચ 2020માં ડિફેન્સ એક્કિજિશન કાઉન્સિલે 83 એડવાન્સ માર્ક 1A વર્ઝન તેજસ વિમાનની ખરીદવાની વાત પર મોહર લગાવી હતી. હવે પીએમ મોદીની અધ્યક્ષતાવાળી CCSએ આ ડીલને ફાઇનલ કરી દીધી છે.
The CCS chaired by PM Sh. @narendramodi today approved the largest indigenous defence procurement deal worth about 48000 Crores to strengthen IAF’s fleet of homegrown fighter jet ‘LCA-Tejas’. This deal will be a game changer for self reliance in the Indian defence manufacturing.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યું છે કે પીએમ મોદીની અધ્યક્ષતાવાળી CCSએ આજે ઐતિહાસિક રૂપથી સૌથી મોટી સ્વદેશી રક્ષા ડીલ મંજૂર કરી દીધી છે. આ ડીલ 48 હજાર કરોડ રૂપિયાની છે. જેનાથી આપણી વાયુસેનાના બેડાની તાકાત સ્વદેશી LCA તેજસ દ્વારા મજબૂત થશે. ભારતની ડિફેન્સ મેન્યૂફેક્ચરિંગ માટે આ ડીલ ગેમ ચેન્જર સાબિત થશે.
તેમણે લખ્યું કતે તેજસ વિમાન આગામી વર્ષોમાં ભારતીય વાયુસેના માટે બેકબોન સાબિત થવા જઈ રહ્યા છે. HALએ પોતાના સેકન્ડ લાઇન મેન્યૂફેક્ચરિંગ સેટ અપની શરૂઆત નાસિક અને બેંગલુરુ ડિવિઝનમાં શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ ડીલ પહેલા થયેલ 40 લડાકૂ વિમાનોની ડીલથી અલગ છે. આ વિમાન આગામી છથી સાત વર્ષમાં દેશની વાયુસેનામાં સામેલ કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર