Home /News /national-international /‘આઝાદી પત્ર’માં પિતા લાલુ પ્રસાદ યાદવનું સાચું નામ પણ ના લખી શક્યો તેજ પ્રતાપ, કરી 6 મોટી ભૂલ

‘આઝાદી પત્ર’માં પિતા લાલુ પ્રસાદ યાદવનું સાચું નામ પણ ના લખી શક્યો તેજ પ્રતાપ, કરી 6 મોટી ભૂલ

‘આઝાદી પત્ર’માં પિતા લાલુ પ્રસાદ યાદવનું સાચું નામ પણ ના લખી શક્યો તેજ પ્રતાપ, કરી 6 મોટી ભૂલ

બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવે પિતાને છોડવા માટે સોશિયલ મીડિયા કેમ્પેઇન પછી હવે નવી પહેલ શરુ કરી છે

પટના : રાષ્ટ્રીય જનતા દળના (RJD)અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની (Lalu Prasad Yadav)દિલ્હીના એઇમ્સમાં સારવાર ચાલી રહી છે. તેમને ઘણી ગંભીર બીમારીઓથી પીડિત બતાવવામાં આવી રહ્યા છે. જેને કારણે તેમને જેલની સજામાંથી છોડી દેવામાં આવી તેની માંગણી થઈ રહી છે. તેમના મોટા પુત્ર અને બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવે (Tej Pratap Yadav)પિતાને છોડવા માટે સોશિયલ મીડિયા કેમ્પેઇન પછી હવે નવી પહેલ શરુ કરી છે. જે અંતર્ગત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને (Ramnath Kovind)પોસ્ટકાર્ડ પત્ર લખવામાં આવી રહ્યા છે. જેને આઝાદી પત્ર નામ આપવામાં આવ્યું છે. તેજ પ્રતાપ અને તેની બહેન રોહિણી આચાર્યએ રાષ્ટ્રપતિને પત્ર લખીને લાલુ પ્રસાદને છોડવાની માંગણી કરી છે. તેમણે લોકોને અપીલ કરી છે કે બધા લાલુ પ્રસાદ યાદવને છોડવાની માંગણી સાથે રાષ્ટ્રપતિને પત્ર લખે. આ દરમિયાન તેજ પ્રતાપે ઘણી ભૂલ કરી હતી. જેની ઘણી મજાક ઉડી રહી છે.

તેજ પ્રતાપ યાદવે રાષ્ટ્રપતિને જે પોસ્ટકાર્ડ પત્ર લખ્યો છે તેમાં તે પોતાના પિતા લાલુ પ્રસાદ યાદવનું નામ પણ યોગ્ય રીતે લખી શક્યા નથી. તેજ પ્રતાપે આદરણીય શ્રી લાલુ પ્રસાદ જી ના સ્થાને બદલે આપરણીય શ્રી લાલુ પ્રસાદ જી લખ્યું છે. આ સિવાય ‘મસીહા’ને ‘મસિહા’, ‘મૂલ્ય’ને ‘મુલ્ય’, ‘ગરીબો’ને ‘ગરીવો’ અને ‘વંચિત’ને ‘બંચિત’ લખ્યું છે.

આ પણ વાંચો - સૌરવ ગાંગુલીની તબિયત ફરી ખરાબ, હોસ્પિટલમાં દાખલ

તેજ પ્રતાપે લોકોને આહ્વાન કરતા કહ્યું છે કે જેમણે આપણને તાકાત આપી, આજે સમય છે તેમના માટે તાકાત બનવાનો. આવો એક મુહીમ સાથે જોડાઈએ અને પોતાની નેતાની આઝાદી માટે અપીલ કરીએ. આ મુહિમની પ્રશંસા તો થઈ રહી છે પણ તેમાં રહેલી ભૂલોના કારણે વિપક્ષી દળોએ મજાક ઉડાવવાની વધુ એક તક મળી છે.
" isDesktop="true" id="1067386" >

ઉલ્લેખનીય છે કે તેજ પ્રતાપ યાદવ 11 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. 12માં ધોરણમાં ફેઇલ થયા પછી અભ્યાસ છોડી દીધો હતો. આ જ રીતે બિહારના ડિપ્ટી સીએમ રહેલા લાલુ યાદવનો નાનો પુત્ર તેજસ્વી યાદવ 9 પાસ છે.
First published:

Tags: Ram Nath Kovind, Tej Pratap Yadav, Tejaswi yadav, લાલુ પ્રસાદ યાદવ