તેજ પ્રતાપનો તેજસ્વી પર પ્રહાર, કહ્યું- પિતા લાલુ યાદવને દિલ્હીમાં બંધક બનાવીને રાખ્યા

તેજ પ્રતાપનો તેજસ્વી પર પ્રહાર

bihar news- તેજ પ્રતાપે ઇશારો-ઇશારોમાં તેજસ્વી પર નિશાન સાધતા કહ્યું કે આરજેડીમાં (RJD)કેટલાક લોકો રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાનું સપના જોઈ રહ્યા છે

  • Share this:
    પટના : બિહારની રાજનીતિનાં કૃષ્ણ અને અર્જૂન વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ યાદવના (Lalu Yadav)મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે (Tej Pratap Yadav)પોતાના નાના ભાઈ તેજસ્વી યાદવ (Tejashwi Yadav)સામે વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. તેજ પ્રતાપે ઇશારો-ઇશારોમાં તેજસ્વી પર નિશાન સાધતા કહ્યું કે આરજેડીમાં (RJD)કેટલાક લોકો રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાનું સપના જોઈ રહ્યા છે. ત્યાં સુધી કે મારા પિતાજીને દિલ્હીમાં રાખેલા છે તેમને જેલમાંથી છુટ્યાને મહિના પસાર થઇ ગયા છે પણ તેમને પટના (Patna)આવવા દેવામાં આવતા નથી.

    શનિવારે પટનામાં આયોજિત છાત્ર જનશક્તિ પરિષદની બેઠકમાં તેના અધ્યક્ષ તેજ પ્રતાપે કહ્યું કે તે (લાલુ યાદવ) રહેતા હતા તો રોજ સામાન્ય જનતા જેને પોતાના માલિક કહેતા હતા તેમને મળતા હતા. તેમની વાતોને સાંભળતા હતા. તેનો ઉકેલ કાઢતા હતા. કેટલાક લોકો તે માલિક લોકોને જ્યારે મળે છે તો દોરડાથી ઘેરાઇને મળે છે.

    આ પણ વાંચો - આર્ટિકલ 370 જમ્મુ કાશ્મીરના વિકાસની રાહમાં એક વિધ્ન હતી જેને હટાવી દેવામાં આવી : મોહન ભાગવત

    તેજ પ્રતાપ હંમેશા કહે છે કે તેજસ્વી યાદવ તેના અર્જૂન છે અને તે તેના કૃષ્ણ છે. તે પોતે મુખ્યમંત્રી બનવા માંગતો નથી પણ પોતાના ભાઈને બિહારના સીએમ બનાવવા માંગે છે. આ જોતા આજનું નિવેદન કહી શકાય કે તે પોતાના અર્જૂનથી ખફા છે.


    આ પણ વાંચો - WhatsAppએ 20 લાખથી વધારે ભારતીય યૂઝર્સને કર્યા પ્રતિબંધ, જુઓ તમે તો આવી ભૂલ કરતા નથીને

    તમને જણાવી દઈએ કે ચારા કૌભાંડમાં ઝારખંડ હાઇકોર્ટ દ્વારા જામીન મળ્યા પછી દિલ્હીમાં પોતાની સાંસદ પુત્રી મીસા યાદવના આવાસ પર સ્વાસ્થ્ય લાભ લઇ રહ્યા છે. તે ત્યાંથી જ દેશ અને બિહારની રાજનીતિ પર નજર રાખી રહ્યા છે. સાથે આરજેડીના નેતાઓ અને કાર્યકર્તાઓને પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કરે છે. રાબડી દેવી પણ દિલ્હીમાં છે. તેજસ્વી યાદવ પણ પોતાની પિતાની ખબરઅંતર પૂછવા અને રાજનીતિક ચર્ચા માટે દિલ્હી જાય છે.
    Published by:Ashish Goyal
    First published: