પોતાની પત્નીને લઈ સાયકલ પર ફરવા માટે નિકળ્યો તેજ પ્રતાપ

 • Share this:
  લાલૂ પ્રસાદ યાદવના પુત્ર અને હાલના સમયના રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજ પ્રતાપ યાદવ થોડા દિવસ પહેલા જ એશ્વર્યા રાય સાથે વિવાહના બંધનમાં બંધાયો છે. એશ્વર્યા બિહારના પૂર્વ મુખ્યમંત્રી દરોગા પ્રસાદ રાયની દિકરી છે. રાજનૈતિક પરિવારના લગ્ન એકદમ ધૂમ-ધામ સાથે 12મેના રોજ પટનામાં થયા હતા. આ લગ્નની સેરેમનીના કેટલાક ફોટો અને વીડિયો પહેલાથી જ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ચુક્યા છે. આ વીડિયોમાં વરરાજા અને કન્યાના ફેરા લેવાની સાથે અન્ય રીત-રિવાજમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. સાથે કેટલાક વીડિયોમાં તેજસ્વિની યાદવ, રાબડી દેવી, મિસા ભારતી બોલિવુડ અને ભોજપુરી ગીતો પર ડાંસ કરતા જોવા મળી રહ્યા છે.

  ઉલ્લેખનીય છે કે, આ બધા વચ્ચે એક બીજો ફોટો હવે વાયરલ થયો છે, આ ફોટો છે નવયુગલ તેજપ્રતાપ અને કન્યા એશ્વર્યાની. તેજ પ્રતાપ ફોટોમાં એશ્વર્યાને સાયકલ પર ફરવા લઈ જવાની તૈયારી કરી રહ્યો છે. આ ફોટોને તેજ પ્રતાપે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે અને હવે આ ફેસબુક-ટ્વીટર પર ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. ફોટોગ્રાફમાં તેજપ્રતાપ સફેદરંગનો કુર્તો-પાઈઝામોપહેરેલો જોવા માળી રહ્યો છે. જ્યારે એશ્વર્યા કેસરી રંગની સાડી પહેરેલી જોવા મળી રહી છે. આ બંનેને જોઈ બસ એક વસ્તુ દેખાઈ રહી છે, તે છે ઈશ્ક.
  આ પહેલા નવયુગલને રાબડી દેવી મંદિરેો લઈ ગઈ હતી. જો લગ્નની વાત કરીએ તો, વેન્યૂમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ફોટોગ્રાફ અને વીડિયો વચ્ચે લગ્નમાં અવ્યવસ્થાને લઈને પણ રિપોર્ટ સામે આવ્યો છે. તેજપ્રતાપના ભાઈ તેજસ્વીનીએ ટ્વીટર પર લગ્નનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં લોકો સાથે નવયુગલ પોટો લેવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. આમાં એક ફોટોમાં એસયૂવી કપલને વેન્યૂથી ઘરે લઈ જતી નજરમાં આવી રહી છે. અને તેની પાસે લોકોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે. તેજસ્વીનીએ ફોટો શેર કરતા લખ્યું છે કે, જો અમને પહેલા ખબર હોત કે કપલને આશિર્વાદ આપવા માટે આટલી મોટી સંખ્યામાં લોકો આવશે તો, અમે લગ્નનું આયોજન ગાંધી મેદાન જેવી મોટી જગ્યા પર રાખ્યા હોત. જે પણ પરેશાનીઓનો તમારે સામનો કરવો પડ્યો, તેના માટે અમને માફ કરો. એક વાર ફરી ધન્યવાદ.
  Published by:kiran mehta
  First published: