વારાણસીમાં ઉમેદવારીપત્ર રદ થવાના વિરોધમાં તેજ બહાદુર પહોંચ્યા સુપ્રીમ કોર્ટ

News18 Gujarati
Updated: May 6, 2019, 12:30 PM IST
વારાણસીમાં ઉમેદવારીપત્ર રદ થવાના વિરોધમાં તેજ બહાદુર પહોંચ્યા સુપ્રીમ કોર્ટ
તેજ બહાદુર યાદવ

તેજ બહાદુરે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ તેમને ચૂંટણી લડવાથી રોકી રહી છે, તેમજ કેટલાક અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : વારાણસી લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારીપત્રક રદ થયા બાદ બરતરફ બીએસએફ જવાન તેજ બહાદુર યાદવ આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા છે. સુપ્રીમ કોર્ટમાં તેજ બહાદુર તરફથી પ્રશાંત ભૂષણ કેસ લડશે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ચૂંટણી અધિકારીએ તેજ બહાદુર યાદવનું ઉમેદવારીપત્રક રદ કર્યું હતું.

આપને જણાવી દઈએ કે, તેજ બહાદુર યાદવ અને સમાજવાદી પાર્ટી તરફથી જે ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યા હતા તેમાં તેજ બહાદુરને અર્ધ સૈનિક દળમાંથી બરતરફ કરવા અંગે અલગ-અલગ દાવાઓ કરવામાં આવ્યા હતા. આ મામલે વારાણસીના ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ (ડીએમ) અને જિલ્લા ચૂંટણી અધિકારીએ યાદવને તેમનો પક્ષ રજુ કરવા જણાવ્યું હતું.

તેજ બહાદુરે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ તેમને ચૂંટણી લડવાથી રોકી રહી છે. વળી, કેટલાક અધિકારીઓ ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે. તેજ બહાદુરના મતે તેની ઉમેદવારીનો ખોટી રીતે અસ્વીકાર કરવામાં આવ્યો છે.

ગત સપ્તાહે પોતાનું ઉમેદવારી પાત્ર રદ થયા બાદ તેજ બહાદુર યાદવે આરોપ મુક્યો હતો કે, 'ભાજપના નેતાઓએ મને ચૂંટણી નહિ લડવા રૂ.50 કરોડની ઓફર આપી હતી. તેણે કહ્યું હતું કે, મેં જયારે અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારથી જ આ લોકો મારો સંપર્ક કરી રહ્યા હતા. મને એ ખબર હતી કે ભાજપ મારુ ઉમેદવારીપત્રક રદ કરાવી દેશે. હું અહીં કોઈ નેતા બનવા આવ્યો નથી'.

લોકસભા ચૂંટણી માટે શાલિનીએ કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી. ટિકિટ ન મળતાં તે કોંગ્રેસ સાથે છેડો ફાડી સમાજવાદી પાર્ટી સાથે જોડાઈ ગયા હતા. સમાજવાદી પાર્ટીએ શાલિની યાદવને અહીંથી તેમના ઉમેદવાર બનાવ્યા પરંતુ છેલ્લી ઘડીએ તેની ટિકિટ કાપીને તેજ બહાદુર યાદવને ટિકિટ આપી દીધી હતી. પરંતુ બાદમાં તેજ બહાદુરનું ઉમેદવારીપત્ર રદ થઇ ગયું હતું.
First published: May 6, 2019, 12:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading