ઉત્તરાખંડ : ટિહરી ગઢવાલમાં સ્કૂલ બસ ખીણમાં પડતાં 9 બાળકોનાં મોત, 5 ગંભીર

News18 Gujarati
Updated: August 6, 2019, 11:27 AM IST
ઉત્તરાખંડ : ટિહરી ગઢવાલમાં સ્કૂલ બસ ખીણમાં પડતાં 9 બાળકોનાં મોત, 5 ગંભીર
કંગસાલીમાં 18 સ્ટુડન્ટને લઈ જતી સ્કૂલ બસ ખીણમાં પડતાં દુર્ઘટના સર્જાઈ

કંગસાલીમાં 18 સ્ટુડન્ટને લઈ જતી સ્કૂલ બસ ખીણમાં પડતાં દુર્ઘટના સર્જાઈ

  • Share this:
ઉત્તરાખંડમાં મોટા માર્ગ અકસ્માતના અહેવાલ સામે આવી રહ્યા છે. ટિહરી ગઢવાલ સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેન્દ્રએ જણાવ્યું કે કંગસાલીમાં 18 સ્ટુડન્ટને લઈને જતી સ્કૂલ બસ ઊંડી ખીણમાં પડી ગઈ છે. આ દુર્ઘટનામાં 9 બાળકોનાં મોત થયા છે. દુર્ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ઈજાગ્રસ્તાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

ન્યૂઝ18ના સંવાદદાતા સૌરભ સિંહે જણાવ્યું કે દુર્ઘટનામાં બે બાળકોનાં મોતની પુષ્ટિ થઈ ગઈ છે અને 5 ગંભીર છે. તેમને એઇમ્સ ઋષિકેશ મોકલવામાં આવ્યા છે. બાકી ઈજાગ્રસ્ત બાળકોને બૌરાડી સ્થિત ટિહરી જિલ્લા હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઉત્તરખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે ટિહરી દુર્ઘટના વિશે દુ:ખ વ્યક્ત કયું છે. મુખ્યમંત્રીએ ટ્વિટ કરીને પોતાની શોક સંવેદન વ્યક્ત કરી અને દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
અહેવાલો મુજબ, આ બાળકો એન્જલ પબ્લિક સ્કૂલના છે. જ્યારે દુર્ઘટના બની ત્યારે સ્કૂલની મિની બસમાં લગભગ 18 બાળકો સવાર હતા.

આ પણ વાંચો, દિલ્હીમાં ચાર માળની બિલ્ડિંગમાં આગી લાગતાં 6 લોકોનાં મોત
First published: August 6, 2019, 10:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading