તીરથ સિંહ રાવત બન્યા ઉત્તરાખંડના 10માં મુખ્યમંત્રી, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

ઉત્તરાખંડના 10માં મુખ્યમંત્રી તરીકે તીરથ સિંહ રાવતે શપથ લીધા

તીરથ સિંહ રાવતે કહ્યું-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર પ્રકટ કરું છું. મુખ્યમંત્રીએ ત્રિવેન્દ્રસિંહ રાવતને પોતાના મોટા ભાઇ ગણાવ્યા

 • Share this:
  દેહરાદૂન : ઉત્તરાખંડમાં તીરથ સિંહ રાવતે (Teerath Singh Rawat)બુધવારે મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા છે. રાજ્યપાલ બેબીરાની મોર્યએ તેમને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. તીરથ સિંહ રાવતે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર પ્રકટ કરું છું. તેમણે ત્રિવેન્દ્રસિંહ રાવતને પોતાના મોટા ભાઇ ગણાવ્યા છે.

  તીરથ સિંહ રાવતે સીએમ તરીકેના શપથ લીધા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદ પાઠવ્યા હતા. પીએમે કહ્યું કે તે પોતાની સાથે પ્રશાસનિક અને સંગઠનનો શાનદાર અનુભવ લઈને આવે છે. આવામાં પૂરી રીતે આશ્વત છું કે તેમના નેતૃત્વમાં રાજ્યમાં વિકાસ નવી ઉંચાઇ પર પહોંચશે.

  બીજેપી રાષ્ટ્રીય સચિવ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ મંત્રી તીરથ સિંહ રાવત વર્ષ 1983થી લઈને 1988 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક રહ્યા છે. તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ઉત્તરાખંડના સંગઠન મંત્રી પણ રહી ચૂક્યા છે. આ સંગઠનમાં તેઓએ રાષ્ટ્રીય મંત્રીની જવાબદારી પણ નિભાવી છે. આ પહેલા તેઓ હેમવતી નંદન ગઢવાલ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ યૂનિયનના અધ્યક્ષ રહી ચૂક્યા છે. બીજી તરફ સંયુક્ત ઉત્તર પ્રદેશમાં તીરથ સિંહ રાવત સ્ટુડન્ટ સંઘ મોર્ચા (ઉત્તર પ્રદેશ)માં પ્રદેશ ઉપાધ્યક્ષ રહ્યા છે.

  આ પણ વાંચો - અમદાવાદને મળ્યાં કુંવારા નગર'પતિ': સંઘ સાથે જોડાયેલા કિરીટ પરમાર રહે છે છાપરાવાળા મકાનમાં

  આ ઉપરાંત ભારતીય જનતા યુવા મોર્ચા (ઉત્તર પ્રદેશ)ના પ્રદેશ અધ્યક્ષ ઉપરાંત રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય રહેવાની પણ તેમને તક મળી છે. તીરથ સિંહ રાવત 1997માં ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તે સમયે તેમને વિધાન પરિષદમાં વિશિશ્ચય સંકલન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2000માં નવગઠિત ઉત્તરાખંડના પ્રથમ શિક્ષણ મંત્રી રહેલા તીરથ સિંહને 2007માં ભારતીય જનતા પાર્ટી ઉત્તરાખંડના પ્રદેશ મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ પ્રદેશ ચૂંટણી અધિકારી તથા પ્રદેશ સદસ્યતા પ્રમુખ પણ રહ્યા.

  ઉત્તરાખંડ દૈવીય આપદા પ્રબંધન સલાહકાર સમિતિના અધ્યક્ષ રહેલા તીરથ સિંહ વર્ષ 2012માં ચૌબટ્ટાખાલ વિધાનસભાથી ધારાસભ્ય ચૂંટાયા હતા. વર્ષ 2013માં ઉત્તરાખંડ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બન્યા અને વર્ષ 2017માં બીજેપીના રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા.
  Published by:Ashish Goyal
  First published: