એકદમ દુર્લભ બીમારીથી પીડાય છે આ પાંચ મહિનાની બાળકી, જીવ બચાવવા જોઇએ છે 16 કરોડનું ઇન્જેક્શન

એકદમ દુર્લભ બીમારીથી પીડાય છે આ પાંચ મહિનાની બાળકી, જીવ બચાવવા જોઇએ છે 16 કરોડનું ઇન્જેક્શન
દીકરીનું મગજ એકદમ શાર્પ અને અન્ય બાળકોની સરખામણીમાં લાંબી હતી, તીર જેવી લાંબી. તેથી અમે તેનું નામ રાખ્યું તીરા.

દીકરીનું મગજ એકદમ શાર્પ અને અન્ય બાળકોની સરખામણીમાં લાંબી હતી, તીર જેવી લાંબી. તેથી અમે તેનું નામ રાખ્યું તીરા.

 • Share this:
  #saveteerakamat: વેન્ટિલેટર પર 5 મહિનાની એક બાળકી, જીવન અને મૃત્યુ વચ્ચે ફક્ત થોડા જ દિવસોનું અંતર અને જીવ બચાવવા માટે જોઇએ 16 કરોડનું ઇંજેક્શન. આ દુખદાયક વાત તીરા કામતની (Teera Kamat) છે. એક એવી વાત જેને વાંચ્યા પછી તમારી આંખો પણ ભીંજાઇ જશે. છેલ્લા કેટલાક દિવસોથી, તીરાની મુંબઇની (Mumbai) એસઆરસીસી (SRCC Hospital Mumbai) હૉસ્પિટલ મુંબઇમાં સારવાર ચાલી રહી છે. આ બાળકી એસએમએ ટાઇપ 1 (SMA Type 1) રોગથી પીડિત છે. આ એક એવો રોગ છે જેમાં કોઈપણ બાળકના જીવતા રહેવાની શક્યતા વધુમાં વધુ 18 મહિના હોય છે. તીરાને બચાવવા માટે, હવે દરેકની આશા માત્ર અને માત્ર એક ઈંજેક્શન પર છે, જેને અમેરિકાથી ખરીદીને ભારત લાવવામાં આવશે.

  તીરાના પિતા મિહિર કામત કહે છે કે, જન્મ સમયે બધું જ સામાન્ય હતું. જન્મ થયો ત્યારે તીરાનો અવાજ રણકદાર હતો. તેના રડવાનો અવાજ વેઇટિંગ રૂમમાં પણ સાંભળી શકાતો હતો. તેનું મગજ એકદમ શાર્પ અને તે અન્ય બાળકોની સરખામણીમાં લાંબી હતી, તીર જેવી લાંબી. તેથી અમે તેનું નામ રાખ્યું તીરા. પરંતુ ધીરે ધીરે અમને તેની બીમારી અંગે અનુભવ થવા લાગ્યો. માતાનું ધાવણ કરતી વખતે તીરાનો દમ ઘૂંટાતો હતો. ડૉક્ટરોએ કહ્યું કે, તે એસએમએ ટાઇપ 1 રોગથી પીડિત છે. સાથે ડૉક્ટરોએ તે પણ કહ્યું કે, ભારતમાં આ બીમારીની કોઇ સારવાર નથી અને તેમની દીકરી 6 મહિનાથી વધારે જીવતી નહીં રહે. આ સાંભળીને પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું.

  એસએમએ ટાઇપ 1 શું છે?

  દરેકના શરીરમાં એક જનીન હોય છે. એ જનીન પ્રોટીન બનાવે છે અને એ ચેતાતંતુ તથા સ્નાયુઓને જીવંત રાખે છે. તીરાના શરીરમાં આવું કોઈ જનીન જ નથી. તેથી પ્રોટીન બનતું નથી. પ્રોટીન બનતું ન હોવાને કારણે મજ્જાતંતુ ધીમેધીમે મરવા લાગે છે. સ્નાયુ મારફત મગજને મળતા સંકેતો ધીમા પડે છે તેથી સ્નાયુ પણ નિષ્ક્રિય બનતા જાય છે અને ધીરે ધીરે નકામા બની જાય છે. શ્વાસ લેવાથી માંડીને ખોરાક ગળવા, તેને પચાવવા માટે અને બીજી બધી હિલચાલ માટે આપણું શરીર સ્નાયુઓનો ઉપયોગ કરે છે. તીરાના શરીરમાં આવું થતું નથી.

  આશરે 5 વર્ષથી હૉસ્પિટલમાં દાખલ છે પૂનમ, છ કરોડનું બન્યું છે બિલ, જાણો શું છે આખો કેસ  'Teera_fights_SMA'

  તીરાની સારવાર માટે જરૂરી ઇંજેક્શન અમેરિકાથી ભારત લાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. એ અમેરિકન ઇંજેક્શનની કિંમત છે-16 કરોડ રૂપિયા છે. તીરાના પિતા મિહિર આઈટી સર્વિસ કંપનીમાં કામ કરે છે અને માતા પ્રિયંકા ફ્રીલાન્સ ઇલસ્ટ્રેશન આર્ટિસ્ટ તરીકે કામ કરે છે. મિહિરે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે ક્યારેય 16 કરોડ રૂપિયા નથી જોયા, સારવાર માટે ક્રાઉડ ફંન્ડિગની આશા છે. તીરાની કહાણી લોકો સુધી પહોંચાડવા માટે તેના માતા-પિતાએ સોશિયલ મીડિયાનો સહારો લીધો. તેમણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર 'Teera_fights_SMA' પેજ મારફત તીરાની તબિયત વિશેની અપડેટ્સ આપવાનું શરૂ કર્યું. તીરા ઊંઘી જાય ત્યારે તેનાં માતાપિતા સોશિયલ મીડિયા પર અપડેટ્સ પોસ્ટ કરે છે અને મદદ માટે લોકોનો સંપર્ક કરે છે.

  અમદાવાદ: બ્રેઇન ડેડ જાહેર થયેલા 42 વર્ષના ધર્મેશભાઇના લીવર,કિડની,આંખો દાનમાં અપાતા ચાર લોકોને મળ્યું નવજીવન  આપને જણાવીએ કે, દુર્લભ દવાઓ કસ્ટમ ડ્યુટીથી બાકાત છે. પરંતુ અત્યારે તે જાણી શકાયું નથી કે, તે જીવન બચાવવાની દવાઓની સૂચિમાં શામેલ છે કે કેમ. જો નહીં હોય, તો આ ઇન્જેક્શન માટે જીએસટી આપવી પડશે. જો તમારે 12 ટકાના દરે જીએસટી ચૂકવવો પડે તો તેઓને વેરા તરીકે લાખો રૂપિયા ચૂકવવા પડશે. હાલમાં દરેક જણ આ ઈન્જેક્શનની રાહ જોઈ રહ્યું છે. પરિવાર અને ડોકટરોને આશા છે કે, આ ઇન્જેક્શન પછી, બાળકના સ્નાયુઓ ફરીથી કામ કરવાનું શરૂ કરશે.
  Published by:Kaushal Pancholi
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ